અમદાવાદ : SBI બ્રાન્ચમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, કોર્પોરેશને બ્રાન્ચને કરી દીધી સીલ

New Update
અમદાવાદ : SBI બ્રાન્ચમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, કોર્પોરેશને બ્રાન્ચને કરી દીધી સીલ

હાલ રાજ્યમાં વકરી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ બેહદ જરૂરી છે. જેનો કડક અમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. AMC દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારી દુકાનો અને મોલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે તેમાં શહેરની એક એસબીઆઈ બ્રાન્ચને સીલ કરવામાં આવી છે

અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં નજીવો ઘટાડો થયો છે. તે ઉપરાંત અનલૉક દરમિયાન શહેરમાં લોકો વધુ બેદરકાર થઈ રહ્યાં હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે નવરંગપુરાના મીઠાખળીમાં કોરોના વાયરસના જાહેરનામાનો ભંગ કરવા બદલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચને સીલ કરી દીધી છે. તે ઉપરાંત એટીએમ રૂમને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. બેંકમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા હોવાથી સોલિડ વેસ્ટ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં કોરોના વાયરસની મહામારીમાં સાવચેતી રાખવાની જગ્યાએ લોકો વધુ બેખૌફ બન્યાં છે. ત્યારે તંત્ર દ્વારા કડક પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે.

 

એએમસીને ફરિયાદ મળી હતી કે અહીં બ્રાન્ચમાં કોવિડ 19 ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થાય છે બ્રાન્ચમાં લોકો માસ્ક વગર પણ જોવા મળે છે તો સામાજિક અંતરનું પણ ધ્યાન નથી રાખવામાં આવતું ઉપરાંત ભારે ભીડ અંદર ભેગી થાય છે. આ ફરિયાદ બાદ એએએમસીની ટિમ બ્રાન્ચમાં પોહચી અને અને બ્રાન્ચને સીલ કરી દેવામાં આવી. સીલ કર્યાની સાથે એસબીઆઈ બ્રાન્ચને એક નોટિસ પણ આપવામાં આવી છે.

Latest Stories