Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ વૃધ્ધા સાથે રૂ.33 લાખની ઠગાઇ કરનાર નાઈઝિરિયન ગેંગના 2 સાગરીતની ધરપકડ

અમદાવાદમાં એક વૃદ્ધા સાથે ફેસબુક પર ઇમોશનલ વાતો કરી આર્થિક મદદના બહાને અને બાદમાં ગિફ્ટ મોકલવાના નામે 33 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા નાઈઝિરિયન ગેંગના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

X

અમદાવાદમાં એક વૃદ્ધા સાથે ફેસબુક પર ઇમોશનલ વાતો કરી આર્થિક મદદના બહાને અને બાદમાં ગિફ્ટ મોકલવાના નામે 33 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા નાઈઝિરિયન ગેંગના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની ગિરફતમાં ઉભેલા આ બન્ને નાગરિકો નાઈજીરયાના છે.પકડાયેલા બન્ને આરોપી પર આરોપ છે કે તેમણે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ ફરિયાદીએ સ્વીકાર્યા બાદ આરોપીઓએ મિત્રતા કેળવી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં તેમની પાસેથી આર્થિક મદદના બહાને ફરિયાદી પાસેથી પૈસા મેળવી બાદમાં આ પૈસાના બદલામાં વિદેશી ચલણી નાણાં અને અન્ય કિંમતી વસ્તુઓ ભરેલી ગિફ્ટ પાર્સલ મોકલ્યું હતું. ગિફ્ટ પાર્સલ કસ્ટમ ઓફિસ આવી ગયું છે.તેવું કહીને કસ્ટમ ઓફિસમાંથી બોલતા હોવાનું કહી જુદા-જુદા નંબરથી ફોન અને મેસેજ કરીને ગિફ્ટ પાર્સલ મેળવવાની ફીના નામે 33.92 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરાતા પોલીસે દિલ્હીમાં રહેતા બન્ને આરોપીની ધરપકડ કરી છે. પોલીસના કેહવા મુજબ આરોપીએ પોતે સ્કોટલેન્ડમાં ૨હેતો હોવાની તેમજ તેના જુદા જુદા ત્રણથી ચાર મોટા મોટા બિઝનેસ છે તેવી વાતચીત કરી વૃદ્ધાને ફસાવી હતી.પકડાયેલા બંને આરોપીઓ ઓગસ્ટ 2022માં બિઝનેસ વિઝા અને મેડિકલ વિઝા પર ભારત આવ્યા હોવાનું પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે

Next Story