Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: એરપોર્ટ પરના 3 સ્નિફર ડોગ નિવૃત થતાં IPS અધિકારીની જેમ વિદાય અપાઈ

અમદાવાદ: એરપોર્ટ પરના 3 સ્નિફર ડોગ નિવૃત થતાં IPS અધિકારીની જેમ વિદાય અપાઈ
X

અમદાવાદ: એરપોર્ટ પરના 3 સ્નિફર ડોગ નિવૃત થતાં IPS અધિકારીની જેમ વિદાય અપાઈ

અમદાવાદ એરપોર્ટ પર 3 સ્નિફર ડોગ નિવૃત થયા છે. જેમાં તેમણે આઇપીએસ અધિકારીની જેમ વિદાય આપવામાં આવી હતી. ત્રણેય સ્નિફર ડોગને એક કારમાં બેસાડી અને સાથી દ્વારા કારને દોરડા વડે ખેંચીને વિદાય આપવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં આવી વિદાય આઈપીએસ અધિકારીઓને જ આપવામાં આવતી હોય છે.


અમદાવાદ એરપોર્ટ સુરક્ષામાં સીઆઇએસએફ સાથે જોડાયેલા ત્રણ સ્નિફર ડોગ ઝિપ્પો, મેપલ અને વિની 5 વર્ષની સેવા બાદ વયનિવૃત થયા હતા. તેમના નિવૃત્ત થતાં સીઆઇએસએફ દ્વારા ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ હાર પહેરાવી તેમજ કંકુ - તિલક કરી વિદાય આપવામાં આવી હતી. જેમાં ખાસ આઈપીએસ અધિકારીને વિદાય આપવામાં આવે છે. તેમ આ ત્રણેને ખુલ્લી કારમાં બેસાડી દોરડા વડે ખેંચીને વિદાય આપવામાં આવી હતી. એરપોર્ટ પરથી માદક પદાર્થ, હથિયાર અમે કરન્સી ઝડપી પાડવા 5 સ્નિફર ડોગને ફરજ પર લેવામાં આવ્યા છે.

Next Story