Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પેપરલીક કાંડમાં 11 પૈકી 7 આરોપીઓની ધરપકડ,ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કરી પ્રેસ કોન્ફરન્સ

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી હતી

X

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી હતી તેમણે કહ્યું હતું કે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી હતી અને ગુનેગારોને કોઈ પણ ભોગ છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું. હર્ષ સંઘવીએ કહ્યું કે CMના માર્ગદર્શન હેઠળ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી અન્ય આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

વધુમાં શંકાસ્પદ આરોપીઓ ભાગી ન શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે.પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કલમ 406, 409, 420 120 મુજબ ફરિયાદ નોંધાઈ છે અને અત્યાર સુધીમાં ૭ લોકોની ધરપકડ થઈ છે મહત્વનું છે કે મુખ્ય શંકાસ્પદ આરોપીએ પ્રશ્નપત્ર લીક કરી અલગ અલગ જગ્યાએ જઈને પેપર સોલ્વ કર્યું હતું. તમામ વ્યક્તિઓની ઘનિષ્ઠ તપાસ પોલીસ કરી રહી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે રીતે કાર્યવાહી કરાશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં મહેશ પટેલ (ન્યૂ રાણીપ), ચિંતન પટેલ(પ્રાંતિજ) કુલદીપ પટેલ (કાણીયોલ, હિંમતનગર) ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલ (હિંમતનગર)ની ધરપકડ કરાઈ છે.

ગૃહ રાજ્ય મંત્રીની પ્રેસ કોન્ફરન્સ બાદ યુવરાજસિંહ જાડેજા દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી જેમાં તેઓનું કહેવું હતું કે જેટલા પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે હજુ વચેટિયાઓ જ છે.મુખ્ય આરોપીઓ હજુ ફરાર છ. સાથે જ તેઓએ પરીક્ષા રદ્દ કરવાની પણ માંગ કરી હતી પેપર લીક મામલે જે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા મહેશ પટેલનો પણ સમાવેશ થાય છે. મહેશ પટેલ ન્યુ રાણીપના શાશ્વત એપાર્ટમેન્ટમાં રહે છે અને ખાનગી હોસ્પિટલમાં મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવે છે. પેપર કાંડમાં મહેશ પટેલે 16 લાખમાં ડીલ ફાઇનલ કરી હોવાનું બહાર આવ્યું છે અને ઉમેદવારો પાસે 16 લાખ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું..

Next Story