/connect-gujarat/media/post_banners/a45996dafa5859cd3a8b500aa0546c59ca3897975448158aa2d952b0c76dcdf5.jpg)
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિતના પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે ભાજપ દ્વારા 2 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં વિધાનસભા-2022ની ચૂંટણી માટે તમામ પક્ષ તૈયારીઓ કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસ દ્વારા ઉદેપુરમાં શિબિર યોજવામાં આવી, તો બીજી તરફ AAP દ્વારા ગુજરાતમાં આજથી પરીવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તા. 15 અને 16 મેના રોજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે ભાજપ પ્રદેશની 2 દિવસીય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ ચિંતન બેઠકમાં કેન્દ્રના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ, ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહકોષાધ્યક્ષ સુધીર ગુપ્તા, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગત સમય દરમિયાન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામની સમીક્ષા કરી હતી તેમજ ગુજરાત વિઘાનસભાની ચૂંટણી અંગે મહત્વની ચર્ચા કરી હતી. રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન અને ગુજરાતના નેતૃત્વમાં મળેલી આ બેઠકમાં આગામી સમયમાં આવનાર પડકાર તેમજ વિધાનસભા બેઠકમાં ઐતિહાસિક વિજય મેળવવા અંગે પણ ચર્ચા થઈ હતી.