અમદાવાદ:માર્ગ પરથી એકલા પસાર થતા લોકોને આંતરીને લૂંટ કરતી ટોળકી ઝડપાય

અમદાવાદ પોલીસ દ્વારા બાતમીના આધારે ૪ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે.

New Update
અમદાવાદ:માર્ગ પરથી એકલા પસાર થતા લોકોને આંતરીને લૂંટ કરતી ટોળકી ઝડપાય

ગાંધીનગર ગ્રામ્ય અને અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં મધ્ય રાત્રિના સમયે રસ્તે જતાં લોકોને ઉભા રાખી માર મારી લૂંટ ચલાવનાર ટોળકીના 4 સાગરીતોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ પોલીસ દ્વારા બાતમીના આધારે ૪ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. આરોપી પ્રકાશ ઉર્ફે નેપાળી, રવિ કાલીચરણ, વિકાસ કાલીચરણ, મત્સ્યેન્દ્રસિઘ ઉર્ફે ગબ્બરને જડપી પાડ્યો છે. આ આરોપીને બાતમીના આધારે આણંદ નગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથીથી ૨ મોબાઈલ ફોન, એક બાઇક, ધારદાર છરા, આરસી બુક તથા વીમા કાર્ડ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.ઝડપાયેલ આરોપીઓ રસ્તા પર એકલા થતાં વ્યક્તિઓને નિશાન બનાવતા હતા અને તેઓ પાસેથી કીમતી સામાનની લૂંટ કરી ફરાર થઈ જતાં હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં 6 ગુનાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ગેંગના અન્ય 2 આરોપી હજુ ફરાર છે જેઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે

Latest Stories