Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:મામા ભાણીના સબંધોને લજવતો કિસ્સો આવ્યો સામે, મામાએ ભાણેજ પર આચર્યું દુષ્કર્મ

અમદાવાદમાં સબંધોને લજવે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મામાએ ભાણી સાથે દુષ્કર્મ કર્યાનું સામે આવ્યું છે. અમદાવાદમાં વટવા વિસ્તારમાં આ ચોંકાવનારી ઘટના બની છે

અમદાવાદ:મામા ભાણીના સબંધોને લજવતો કિસ્સો આવ્યો સામે, મામાએ ભાણેજ પર આચર્યું દુષ્કર્મ
X

અમદાવાદમાં સબંધોને લજવે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મામાએ ભાણી સાથે દુષ્કર્મ કર્યાનું સામે આવ્યું છે. અમદાવાદમાં વટવા વિસ્તારમાં આ ચોંકાવનારી ઘટના બની છે જેના કારણે મામા ભાણીસબંધોને શર્મસાર કરતો આ કિસ્સો છે.

અમદાવાદમાં વટવા વિસ્તારમાં સગીર યુવતીને તેનાજ મામાએ તેના હવસનો શિકાર બનાવી છે. જેમાં મામાએ પહેલા તો સગીરને પ્રેમ સંબંધમાં બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સગીર યુવતી ન માનતા તેને ડરાવી ધમકાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીર યુવતીને 7 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ઘટના સામે આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ મામલે મામાની આ હરકત વિશે જ્યારે સગીરે જ્યારે પોતાના ઘરમાં જાણ કરી ત્યારે પરિવારના પગ નીચેથી જમીન ખસી ગયા હતી. આ સમગ્ર મામલે જ્યારે સગીર યુવતીના માતા પિતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મામાને જ્યારે યુવતીને ગર્ભ વિશે જાણ કરી ત્યારે તેને બાળક પાડી દેવાનું કહ્યું હતું. અને તેને ગર્ભ પાડવાની દવા મોકલવાની વાત કરી હતી. પરંતુ આખરે યુવતીને તેના પરિવારમાં જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગોમતીપુર પોલીસ પોક્સો અને બળાત્કારની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Next Story