અમદાવાદ શહેરમાં આવેલ પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા સ્વછતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ યાત્રા દરમ્યાન રસ્તામાં વચ્ચે આવતા કચરાના જથ્થાને એકત્ર કરવામાં આવ્યો હતો.
દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ સ્થિત પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા પખવાડિક ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 3 કિલોમીટર સ્વછતા પદયાત્રા યોજવામાં આવી હતી. અનુસંધાન કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ આ પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રા દરમ્યાન રસ્તામાં વચ્ચે આવતા કચરાને એકત્ર કરવામાં આવ્યો હતો. પીએમ મોદીનો મંત્ર છે "સ્વચ્છ ભારત, તંદુરસ્ત ભારત", ત્યારે આ મંત્રને સાર્થક કરવા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અમદાવાદની અનેક સરકારી સંસ્થાઓ દ્વારા અલગ અલગ થીમ આધારિત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.