Connect Gujarat

અમદાવાદ : માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો; આ મોબાઈલ ગેમ બની મોટી આફત, વાંચો સમગ્ર ઘટના

અમદાવાદ : માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો; આ મોબાઈલ ગેમ બની મોટી આફત, વાંચો સમગ્ર ઘટના
X

કોરોના સમયમાં બાળકને મોબાઈલની ટેવ વધારે જોવા મળી રહી છે કારણ કે છેલ્લા બે વર્ષથી બાળકો ઓનલાઇન ભણતર કરતા હોવાના કારણે તેમને આખો દિવસ મોબાઈલની સામે જ રહે છે અને તેનાજ કારણે તેમના મોબાઈલ ગેમની પણ કુટેવ પડી જાય છે અને આખરે આ ગેમ માતા પિતા માટે મોટી આફત બની જાય છે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. મોબાઈલ ગેમની લત લાગી જતા સગીરા વારંવાર માતા પિતાને ઘર છોડી ભાગી જતી હતી. અને ઘરના વ્યક્તિ તેને મોબાઈલ ન આપે ત્યારે મિત્રો જોડે થી મોબાઈલ માગી ગેમ રમતી હતી.

અમદાવાદમાં મહિલા હેલ્પલાઈન અભયમ પર એક માતા પિતા ફોન કરી મદદ માગી હતી અને કહ્યું કે તેમની સગીર દીકરી જે મોબાઈલમાં આવતી પબજી ગેમની એડિક્ટેડ થઈ ગઈ છે અને તેને જો મોબાઇલ ના આપીએ તો ચીસ પાડી ઘરમાં ઝઘડો કરે છે અને ઘરમાંથી ભાગી જવાની ધમકી આપે છે. આખરે માતા પિતા અભયમ ટીમની મદદ લીધી અને અભયમાં ટીમ ઘટના સ્થળે પહોંચી તેને સમજવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાના માતા પિતાને જ્યારે ટીમ પૂછ્યું તો તેમને કહ્યું કે તેમની દીકરી વારંવાર ખોટું બોલી ઘરમાંથી નીકળી જાય છે. તેને મોબાઈલ જો માતા પિતા ન આપે તો મિત્રોના ફોન લઈને તે ગેમ રમવા બેસી જતી હતી.

જો માતા પિતા તેને સમજાવે તો તે જોર જોરથી બૂમો પાડી ઘરના સભ્યો જોડે ઝઘડો કરતી હોય છે. સગીરાની આવી હરકતના કારણે માતા પિતા તેનું ભણવાનું બંધ કરવી દીધું હતું. તેને સમજાવવા છતાં માનતા ન હટતા અને પબજીની આદત છૂટતી ન હતી અને આખરે અભયમ ટીમની મદદ માતા પિતા માંગી ત્યાં 16 વર્ષની સગીરાનું કાઉન્સીલીંગ કરી મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તેને સમજાવી હતી. અને માતા પિતાને સગીરાને સ્કૂલમાં એડમિશન ફરી અપાવી ભણવા માટે પરત મોકલી અને ગેમની આદતમાંથી છોડવી હતી.

Next Story
Share it