/connect-gujarat/media/post_banners/ee790fdbaca48a0f8b85922ecc2b1ce9bb56112e1cfa28c78a39cc8cf9130079.jpg)
અમદાવાદની પરણિતાને સોશિયલ મિડીયા થકી મિત્રતા કરવાનું ભારે પડયું છે. મિત્ર બનેલાં યુવાને પરણિતા સાથે દુષ્કર્મ કર્યા બાદ બ્લેકમેઇલિંગ શરૂ કરતાં આખરે પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સરખેજમાં રહેતી એક પરણિતાને થોડા સમય પહેલા તેના ફેસબુક એકાઉન્ટ પર એન.કે.પઠાણ ના નામથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવતાં તેણે રીકવેસ્ટ સ્વીકારી હતી. ત્યાર પછી ફેસબુક પર થોડા 10 દિવસ આ વ્યક્તિ સાથે યુવતીને વાતચીત થઈ અને બંનેનો એક બીજાનો પરિચય આપ્યો હતો. જેમાં પરણિતાને યુવકે પોતાનું નામ નશરૂખાન પઠાણ હોવાનુ જણાવ્યું હતું. પરણિતાને યુવક પર વિશ્વાસ બેસતા એક બીજાના મોબાઇલ ફોન નંબરની આપ-લે કરી હતી.
થોડા સમય બાદ યુવકે પરણિતાને પ્રેમજાળમાં ફસાવી શારીરીક સંબંધો બાંધ્યા હતાં. બાદમાં યુવાન પરણિતા પર હક્ક જમાવવા લાગ્યો હતો.અને પરણિતાને બ્લેકમેલ કરવાની ધમકી આપી રહયો હતો.જેથી કંટાળી મહિલાએ આ સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરી હતી.અંતે પરિણીતાએ સરખેજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.