અમદાવાદ : AAP પ્રદેશ અધ્યક્ષે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા શાબ્દિક પ્રહાર, કહ્યા "માજી બુટલેગર"

ગુજરાતમાં ભાજપના શાસનને 27 વર્ષ થયા છે, અને આ વર્ષે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ દેખાઈ રહ્યો છે

New Update
અમદાવાદ : AAP પ્રદેશ અધ્યક્ષે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા શાબ્દિક પ્રહાર, કહ્યા "માજી બુટલેગર"

ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા તમામ રાજકીય પાર્ટીઓની એકબીજા પર આક્ષેપબાજીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પર શાબ્દિક પ્રહારો કરી તેઓને માજી બુટલેગર કહ્યા હતા.

ગુજરાતમાં ભાજપના શાસનને 27 વર્ષ થયા છે, અને આ વર્ષે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ દેખાઈ રહ્યો છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ હવે મેદાનમાં છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી આક્રમકઃ બની રહી છે. જેમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે અનેક જગ્યાએ લોહિયાળ અથડામણ પણ થઇ ચૂકી છે, ત્યારે આવનાર વિધાનસભા 2022ની ચૂંટણીમાં આપ કેવી રીતે ભાજપનો મુકાબલો કરશે અને શું હશે રણનીતિ તે બાબતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સાથે કનેક્ટ ગુજરાતે ખાસ વાતચીત કરી હતી.

Latest Stories