/connect-gujarat/media/post_banners/c046b287e4cf3a9d241bb364c1ae9f51d862fbe0ec0e3eb5c0941b75ab25b03d.jpg)
આપના મહિલા નેતા આતિશી સીંગ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે રાજ્યમાં મહિલા સલામતીને લઈને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
આમાં આદમી પાર્ટી મહિલા નેતા આતિશી સીંગ 2 દિવસ ગુજરાતનાં પ્રાવસે છે. અહીં પાર્ટીના વરિષ્ઠ હોદેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરશે. ત્યારે પત્રકારો સાથે વાતચીત કરતા આતિશી સીંગે કહ્યું કે, અહીં સૌથી વધુ ખરાબ સ્થિતિ છે અમને સુરતમાં સારો સપોર્ટ મળ્યો છે. અમે અત્યારે સંગઠન મજબૂત કરી રહ્યા છે. ગુજરાતમાં અમે દરેક જિલ્લા અને નાના ગામડા સુધી પોંહચીશું. આ ઉપરાંત ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ વિષે પણ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, જે રાજ્યથી દેશના પીએમ આવે છે ત્યાંજ મહિલાઓ અસલામત છે. ગુજરાતમાં સરકારી સ્કૂલોની હાલત પણ બદતર છે અહીં આરોગ્ય સેકટરના પણ ખાસ્તા હાલત છે.