Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાજયની આંગણવાડીના 14 લાખ છાત્રોને સરકાર આપશે ગણવેશ

ગાંધીનગર ખાતે રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાયો, ડીજીટલ સમારંભમાં મુખ્યમંત્રી રહયાં ઉપસ્થિત.

X

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હસ્તે આંગણવાડીના ભુલકાઓને ગણવેશ વિતરણ કરવાની યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ યોજના હેઠળ રાજયની તમામ આંગણવાડીઓના 14 લાખ છાત્રોને ગણવેશ આપવાનું આયોજન કરાયું છે.

રાજયમાં કોરોનાના કહેર વચ્ચે શિક્ષણની ગાડી પાટા પર લાવવાના પ્રયાસો પુરજોશમાં ચાલી રહયાં છે ત્યારે આંગણવાડીઓના ભુલકાઓને ગણવેશ આપવા માટે સરકાર કટીબધ્ધ બની છે. રાજયની વિવિધ આંગણવાડીના ભુલકાઓને ગણવેશ વિતરણનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે. આ યોજના હેઠળ 36.28 કરોડ રૂપિયાના ખર્ચથી ભુલકાંઓને નવા ગણવેશ આપવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમ્યાન રાજ્યના ૩ થી ૬ વર્ષના ૧૬ લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે 1 કિલો ગ્રામ સુખડી આપવાની પહેલ પણ ગુજરાતે કરી છે. વધુમાં કોરોના અંગે જાગૃતિ લાવવા માટે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત'હેન્ડ વોશ'કેમ્પેઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો આ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણપત્ર તેમના પ્રતિનિધિઓ મુખ્યમંત્રીને અર્પણ કર્યું હતું.

Next Story