/connect-gujarat/media/post_banners/67e5734d8ec9bbeaa6746e9927c2f25433d5015ef62fe8a6ca1f523a09cfbdc0.jpg)
અમદાવાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે ગાંજાના મોટા જથ્થા સાથે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમા દિનપ્રતિદિન નશાનો કાળો કારોબાર વધી રહ્યો છે જેને લઈ પોલીસ પણ એક્ષનમાં આવી ગઈ છે અને નશાકારક ચીજવસ્તુઓની હેરાફેરી કરતાં તત્વો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ SOG દ્વારા ગરીબોના સ્વાંગમાં ગંજાની હેરાફેરી કરતા 7 આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓ પોતે ગરીબ હોવાનો ઢોંગ કરતા હતા અને મુસાફરોના સમાનની ચોરી કરી તેમાં ગાંજો સંતાડી હેરાફેરી કરતાં હતા.પોલીસે ઝડપી પાડેલ આરોપીઓમાં મોહમદ ફારૂક શેખ, મુરૂગન સુબ્રમણ્યમ અને તેની પત્ની સોલૈયા માલ, સમીર સિપાઈ, સત્યા નાદન ઉર્ફે સત્યદેવ ખ્રિસ્તી, શેલવી નાયડુ અને પૂજા ગોયલનો સમાવેશ થાય છે જેમાં ફારૂક શેખ, સમીર સિપાઈ, સત્યા નાદન ઉર્ફે સત્યદેવ અમદાવાદના છે.
આ આરોપીઓ 3.96 લાખનો 39 કિલો ગાંજો વિશાખા પટનમના કાકીનાળાની ટ્રેનમાં લાવ્યા હતા અને ગાંજાના વેચાણ માટે પ્રખ્યાત એવા સેટેલાઇટના રામદેવ નગર અને ગુલબાઈ ટેકરા ખાતે પહોંચાડવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત આજ ગેંગના ત્રણ મહિલા આરોપીની અમદાવાદ રેલવે પોલીસે 40 કિલો ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે