/connect-gujarat/media/post_banners/8044e52947deeb58c25ff325810c9d0e55ce4a8a0d504f51308aa6d540304210.jpg)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે ત્યારે આજ ગુજરાત પ્રવાસન અંતિમ દિવસે સિંધુ ભવન રોડ પર ટાઉન હોલ કાર્યક્રમ યોજીને ગુજરાતને દિલ્હીની જેમ ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની વધુ એક ગેરંટી આપી છે.
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે અમદાવાદમાં ગુજરાતની જનતાને દિલ્હીની જેમ ગુજરાતને પણ ભ્રષ્ટાચારમુકત બનાવવાની ગેરંટી આપી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હું કેટલાક મહિનાઓથી ગુજરાતમાં ફરી રહ્યો છું અને લોકોને મળી રહ્યો છું, ખેડૂતો, વકીલો, રિક્ષાચાલકોને મળું છું. ગુજરાતમાં એટલો ભ્રષ્ટાચાર છે કે કોઈપણ સરકારી કામ માટે પૈસા આપવા પડે છે. જો તેમની સામે બોલો તો ધમકાવે છે. દરોડા અને ધંધા બંધ કરાવી દેવાની ધમકીઓ આપે છે.
આજે અમે ગેરંટી આપીએ છીએ કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચારમુક્ત અને ભયમુક્ત શાસન આપીશું. ગુજરાતમાં દરેક જગ્યા પર પૈસા વિના કામ થતું નથી.પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તમામ કામ પૈસા વિના અને સરકારી અધિકારી તમારા ઘરે આવીને સરકારી કામકાજ કરે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.