ATSને મળી હથિયાર સંબંધિત કેસમાં સફળતા
વેપન્સના લાયસન્સ વેચવાનું કૌભાંડ
બહારના રાજ્યમાંથી બનાવતા હતા લાયસન્સ
બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવતા હતા લાયસન્સ
ATSની ટીમે કરી 7 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં હથિયારો સાથે ખોટા લાયસન્સ વહેંચવાનું મોટું કૌભાંડ પકડાયું હતું.અનેATSની ટીમે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. વિવિધ એજન્સીઓ સાથે હથિયાર સંબંધી તપાસમાંATSને મોટી સફળતા મળી હતી. આરોપીઓ હરિયાણાથી હથિયાર ખરીદતા હતા.અને ખોટા ડોક્યુમેન્ટના આધારે હથિયારના લાયસન્સ આપવામાં આવ્યા હતા.
ગુજરાત ATSને હથિયાર સંબંધિત કેસનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી હતી.જેમાં ગુજરાતના 108 આરોપીઓને હથિયારના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. 8 લાખથી 20 લાખ રૂપિયામાં હથિયારના લાયસન્સ આપવામાં આવતા હતા. આરોપીઓ મણિપુર અને નાગાલેન્ડથી ખોટી રીતે લાયસન્સ બનાવતા હતા અને અહીં હથિયાર વેચતા હતા. જે કૌભાંડનો પર્દાફાશ કરીને ગુજરાતATSને મોટી સફળતા મળી છે. ગુજરાત અને હરિયાણામાં અનેક લાયસન્સ વેચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બોગસ ડોક્યુમેન્ટના આધારે હથિયારના પરવાના પણ અપાવી દેવામાં આવતા હતા. મણિપુર અને નાગાલેન્ડથી લાયસન્સ લાવતા હતા.
ગુજરાતATSએ હથિયારોને લઈને ખુલાસા કર્યા હતા. ગુજરાતની વિવિધ એજન્સીઓએ હથિયાર સંબંધિત કેસમાં સફળતા મેળવી છે. અત્યારના લાયસન્સ મણીપુર અને નાગાલેન્ડથી ઈસ્યુ થયા હતા. મોટાભાગના હથિયારો હરિયાણામાંથી ખરીદવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પૂર્વ તરફ રાજ્યમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે લાયસન્સ કઢાવવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશનમાં અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. પોલીસને સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે.
ગુજરાતમાં 108 આરોપીઓએ વેપન્સનાં લાયસન્સ લીધા હતા.7 લાખથી લઈને 20 લાખ રૂપિયા સુધીમાં લાયસન્સ આપતા હતા.વેપન લાયસન્સની જરૂર હોય તેવા લોકોને હરિયાણાના એજન્ટ સાથે મિટિંગ કરાવતા હતા. હરિયાણાની દુકાન રજીસ્ટર લાયસન્સ શોપ હતી. નાગાલેન્ડના ઇમ્પલમાંથી ચાર લાઇસન્સની માહિતી શરૂઆતમાં મળી હતી.
ચાર કેસની તપાસ કરતા કૌભાંડના તાર ખુલવા લાગ્યા હતા.વધુ તપાસ માં આ દેશવ્યાપી મસમોટું કૌભાંડ હોવાનું સામે આવ્યું હતું.108 લોકોની યાદી શોધવામાં આવી હતી. છેલ્લા 6 વર્ષમાં તમામ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.