Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ બેંક કર્મીએ સેરવી લીધા 38 લાખ રૂપિયા, પોલીસ પણ ચોંકી ઉઠી,જાણો સમગ્ર મામલો..?

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બેન્કમાં કામ કરતાં કર્મચારીએ જ બેંક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાની ઘટના બની

અમદાવાદ બેંક કર્મીએ સેરવી લીધા 38 લાખ રૂપિયા, પોલીસ પણ ચોંકી ઉઠી,જાણો સમગ્ર મામલો..?
X

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બેન્કમાં કામ કરતાં કર્મચારીએ જ બેંક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાની ઘટના બની છે. એટીએમ મશીનમાં પૈસા લોડ કરનારા બેંક કર્મીએ માત્ર એક મહિનાના સમયગાળામાં લાખો રૂપિયાની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે અમરાઈવાડી પોલીસે બેંક કર્મચારીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

અમરાઈવાડી પોલીસની ગીરફતમાં દેખાતા આ શખ્સનું નામ છે જીગ્નેશ પ્રજાપતિ. બેંકમાં કર્મચારી તરીકે નોકરી કરતા આ આરોપીએ બેંક સાથે જ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. વિગતવાર વાત કરીએ તો અમરાઈવાડીના હાટકેશ્વર સર્કલ પાસે આવેલ કેનેરા બેન્ક ખોખરા બ્રાન્ચમાં જીગ્નેશ પ્રજાપતિ છેલ્લા ઘણા સમયથી નોકરી કરતો હતો. આરોપીનું કામ બેંકના કેશિયર પાસેથી વાઉચર મેળવી તે રકમને બેન્કમાંથી લઈને એટીએમ મશીનમાં જમા કરાવવાનું હતું, પરંતુ આરોપીએ છેલ્લા એક દોઢ મહિનાના અરસામાં જ અલગ અલગ સમયે બેંકમાંથી પૈસા લઈ તેમાંથી અમુક જ રકમ એટીએમ મશીનમાં જમા કરાવી અંદાજે ૩૮ લાખ 28 હજાર જેટલી રકમ પોતે લઈને છેતરપિંડી આચરતા બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર પોલીસ ફરિયાદ નોંધાવી છે.ખોખરાની કેનેરા બ્રાન્ચના મેનેજરે થોડા સમય પહેલા બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ને ફોન કરીને એટીએમમાં પૈસા લોડ કરવામાં આવે છે, તેમાં છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર ખોખરા બ્રાંચમાં મુલાકાત બેંકના ATM માં તપાસ કરી હતી. જે તપાસમાં બેંક કર્મી જીગ્નેશ પ્રજાપતિ જે બેંકના કેશિયર પાસેથી વાઉચરની રોકડ મેળવી 21-2-2020 થી અત્યાર સુધીના સમયગાળા નો હિસાબ તપાસતા આ સમયગાળા દરમિયાન ૩૮ લાખ થી વધુ રૂપિયા ATMમાં લોડ જ ન કર્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. તેથી અંતે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે આ બેંક કર્મચારી એ આ લાખો રૂપિયા કોને આપ્યા અને તેનો ઉપયોગ ક્યાં કર્યો તે દિશામાં તપાસ અમરાઈવાડી પોલીસે હાથ ધરી છે. ત્યારે આ ગુનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં દેવું ભરપાઈ કરવા જ આ કરતૂત આરોપીએ કરી હોવાનું લાગી રહ્યું છે.

Next Story