/connect-gujarat/media/post_banners/86dc1752b05c0cc828b72c8decb65dc48db9322219b4c48c58d43cb87be40f65.jpg)
વડોદરાના સિંધરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીની તપાસમાં એક અઠવાડિયામાં સતત 2 વખત ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે. ફેક્ટરીમાં તૈયાર થયેલું ડ્રગ્સ દુબઈ પહોંચે તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યુ છે.પોલીસે 121.40 કરોડનુ 24.280 કિલોગ્રામ ડ્રગ્સ અને 100 કિલો મટીરીયલ કબજે કર્યું છે.
વડોદરા જિલ્લાના સિંધરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી કેસમાં ફરી એક વખત ડ્રગ્સનો તૈયાર જથ્થો ઝડપાયો છે. અગાઉ ઝડપાયેલા આરોપી શૈલેષ કંટારીયાના ઘરે તપાસ કરતા 121.40 કરોડની કિંમતનો 24.280 કિલો જથ્થો કબ્જે કર્યો છે જે જથ્થો આ ગુનામાં ફરાર આરોપી મારફતે દુબઈ મોકલવાના હોવાનો ખુલાસો થયો છે. આ અગાઉ ભરત ચાવડા પાસેથી 1.770 કિલો કે જેની કિંમત 8.85 કરોડ થાય છે, તે કબ્જે કર્યુ હતુ. એટલે કે એક અઠવાડિયામાં બે મોટા ડ્રગ્સના જથ્થા એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.
ગઈકાલે એટીએસે કરેલી રેડમાં તૈયાર ડ્રગ્સની સાથે 100 કિલો જેટલુ કેમિકલ પણ કબજે કર્યુ છે. જે કેમિકલની કિમત પણ કરોડોમાં થાય છે. સાથે જ ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ કબજે કરી છે.ડ્રગ્સ કેસમાં વડોદરા,મુંબઈ અને નડિયાદ બાદ દુબઈનુ નેટવર્ક ખુલ્યુ છે. સાથે જ દુબઈથી કેટલા રૂપિયા હવાલા મારફતે આવ્યા છે. તેની પણ તપાસ થઈ રહી છે. ડ્રગ્સ ફેક્ટરી મળ્યા બાદ એટીએસે કુલ 6 આરોપીને ઝડપી લીધા છે તેમની પૂછપરછ દરમિયાન એમડી ડ્રગ્સ ફેક્ટરી ચલાવવામાં મુખ્ય આરોપી સૌમિલ પાઠક છે સાથે જ મુંબઈ અને દુબઈના ડ્રગ્સ ડિલરોની સંડોવણી સામે આવી છે