અમદાવાદ : દિવાળીના તહેવારોમાં વાહનચાલકોને મોટી "રાહત", જુઓ ટ્રાફિક પોલીસે કેમ અપનાવ્યું કૂણું વલણ..!

રાજ્ય સરકાર દ્વારા વાહનચાલકોને અપાય મોટી રાહત, ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી દંડ નહીં વસુલશે

New Update
અમદાવાદ : દિવાળીના તહેવારોમાં વાહનચાલકોને મોટી "રાહત", જુઓ ટ્રાફિક પોલીસે કેમ અપનાવ્યું કૂણું વલણ..!

દિવાળીના તહેવારો નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વાહનચાલકોને મોટી રાહત આપવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં શહેરના અલગ અલગ પોઈન્ટ પર ટ્રાફિક નિયમના ભંગ બદલ ટ્રાફિક પોલીસે વાહનચાલકો પાસેથી દંડ નહીં, પણ ગુલાબનું ફૂલ આપીને સમજાવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાત રાજ્યના તમામ વાહન ચાલકોને સરકારે આ દિવાળીના તહેવારોમાં મોટી રાહત આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, ટ્રાફિક નિયમો તોડનારને દિવાળીના તહેવારોમાં પોલીસ દ્વારા કોઈપણ દંડ નહીં થાય, ત્યારે અમદાવાદ ખાતે અલગ અલગ પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ નિયમ ભંગ બદલ દંડ નહીં પણ ગુલાબનું ફૂલ આપી લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકો માટે આ રાહત તા. 27 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. એટલે કે, આગામી 6 દિવસ હવે પોલીસ જનતા પાસેથી ટ્રાફિક નિયમોને લગતો કોઈપણ દંડ વસૂલી નહીં શકે, ત્યારે આજથી અમદાવાદ પોલીસે રસ્તા પર ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકો સામે કડક વલણને બદલે કૂણું વલણ અપનાવી દંડને બદલે ગુલાબનું ફૂલ આપ્યું હતું.

Latest Stories