Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:મહાનગર પાલિકાની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા

X

અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકો માટે તેમજ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. ત્યારે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાંદખેડા વોર્ડ અને ઇસનપુર વોર્ડની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.ભાજપે ઇસનપુર વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટિકિટ આપી છે. જ્યારે ચાંદખેડા વોર્ડ માટે રીનાબેન આર. પટેલના નામની જાહેરાત કરી છે. બને ઉમેદવારોએ ફોર્મ આજે ભર્યા હતા.કોંગ્રેસ દ્વારા ચાંદખેડા વોર્ડમાં દિવ્ય જાગૃતિબેન રોહિત અને ઈસનપુર વોર્ડ માટે ભાવેશ દેસાઈને ટિકિટ આપી છે તો આપ પાર્ટીએ પણ મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.ભાજપના ઉમેદવાર રીના પટેલે કહ્યું કે પ્રાથમિક અને મૂળભૂત સુવિધા પર કાર્ય કરીશું નવી સરકારની રચના બાદ ભાજપ માટે આ બને બેઠો જીતવી પ્રતિષ્ઠા નો સવાલ છે

Next Story