રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી.

રાહુલ ગાંધીના ગઈકાલના સંસદમાં નિવેદન બાદ મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો. રાતે 4 વાગ્યે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તોફાન કર્યું હતું.

New Update

રાહુલ ગાંધીના નિવેદન બાદ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. આ મામલે પોલીસે 2 અલગ અલગ ફરિયાદ બાદ બન્ને પક્ષના કાર્યકરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાહુલ ગાંધીના ગઈકાલના સંસદમાં નિવેદન બાદ મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો. રાતે 4 વાગ્યે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તોફાન કર્યું હતું. કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીના પોસ્ટર ફાડી દીધા હતાંતો કેટલાંક પોસ્ટર પર સ્પ્રે મારી દીધા હતા. કાર્યકરો કોંગ્રેસના કાર્યાલયની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. આ અંગેના ફોટો-વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ બનાવની જાણ થતાં વહેલી સવારથી જ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો પહોંચ્યા હતા.

પોરના સમયે કોંગ્રેસના કાર્યકરો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતા. બાદમાં ભાજપની યુવા પાંખયુવા મોરચાના સભ્યો કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો પણ સામે આવ્યા હતા. બન્ને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. 30 મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતોત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. રાહુલ ગાંધી નિવેદન બાદ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બબાલનો મામલો ભારે ચર્ચામાં છે. સમગ્ર મામલામાં એલિસબ્રીજ પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે. આ બે પૈકી એક ફરિયાદ માં 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કોંગ્રેસના પાંચ આગેવાનોની ધરપકડ કરી છે. બીજી ફરિયાદ ને લઈ ને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

 

Latest Stories