અમદાવાદ: સી.એમ.ભુપેન્દ્ર પટેલે બાળપણની યાદો તાજી કરી,બાળપણ જ્યાં વીત્યું હતું એવી કડવા પોળની શેરીના ગરબા ઉત્સવમાં આપી હાજરી

ભૂપેન્દ્ર પટેલે પોતાનું બાળપણ કડવાપોળમાં વિતાવ્યું છે ત્યારે તેઓ ગરબા ઉત્સવમાં સહભાગી થતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો

New Update
અમદાવાદ: સી.એમ.ભુપેન્દ્ર પટેલે બાળપણની યાદો તાજી કરી,બાળપણ જ્યાં વીત્યું હતું એવી કડવા પોળની શેરીના ગરબા ઉત્સવમાં આપી હાજરી

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જે સ્થળે બાળપણ વિતાવ્યું હતું એવા કડવા પોળની શેરીમાં નવરાત્રી મહોત્સવમાં હજારી આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવરાત્રી પર્વના પાંચમા નોરતે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વાડીગામ અને કડવા પોળની શેરીના ગરબા ઉત્સવમાં હાજરી આપવામાં માટે પહોંચ્યા હતા.ભૂપેન્દ્ર પટેલે પોતાનું બાળપણ કડવાપોળમાં વિતાવ્યું છે ત્યારે તેઓ ગરબા ઉત્સવમાં સહભાગી થતા સૌ નાગરિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી.એમ.એ માતાજીની આરતીમાં પણ ભાગ લીધો હતો.તેમની સાથે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ સહિત મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિતના આગેવાનો પણ જોડાયા હતા નવી સરકારના દરેક મંત્રી અને ખુદ મુખ્યમંત્રી દરરોજ માતાજીની આરતી કરવા અલગ અલગ શેરી ગરબામાં પહોંચી રહયા છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો

Latest Stories