અમદાવાદ: CNGના ભાવો ફાટીને ધુમાડે થયા,15 દિવસમાં 8 રૂપિયાનો વધારો

કારમી મોંઘવારીએ માઝા મૂકી છે છે ત્યારે પેટ્રોલ ડીઝલ બાદ હવે ગેસના ભાવો પણ બેકાબૂ બની રહ્યા છે.

અમદાવાદ: CNGના ભાવો ફાટીને ધુમાડે થયા,15 દિવસમાં 8 રૂપિયાનો વધારો
New Update

કારમી મોંઘવારીએ માઝા મૂકી છે છે ત્યારે પેટ્રોલ ડીઝલ બાદ હવે ગેસના ભાવો પણ બેકાબૂ બની રહ્યા છે. સી.એન.જી.માં 15 દિવસમાં 8 રૂપિયાનો ભાવ વધારો થતા સામાન્ય વર્ગની હાલત કફોડી બની છે.

સતત ત્રણ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો જો કે આજે કોઈ વધારો થયો નથી પરંતુ આજે સીએનજી ના ભાવમાં વધારો થયો છે. અમદાવાદ સહિતના શહેરોમાં અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે CNG માં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં 1 કિલોગ્રામ સીએનજીનો ભાવ 79.59 રૂપિયા હતો, જ્યારે નવો ભાવ 81.59 રૂપિયા થયો છે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલના રોજ અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અઠવાડિયામાં જ ફરીથી ભાવમાં વધારો કરવામાં આવતા સીએનજી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા 15 દિવસમાં CNGમાં 8.5 રૂપિયાનો વધારો થયો છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે.HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડાયા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલ એમજ ગેસના ભાવ વધતાં મોંઘવારીએ માઝા મૂકી છે. સરકાર આ બાબતે કોઈ પગલા ઉઠાવે એવી લોકો માંગ કરી રહ્યા છે.

#Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Price #increased #inflation #hike #CNG #CNG price #Petrol-diesel price
Here are a few more articles:
Read the Next Article