Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : છેલ્લા એક વર્ષમાં CNGમાં 51 ટકાનો ભાવ વધારો,પેટ્રોલ-ડિઝલની તુલનાએ CNGમાં હવે નજીવો તફાવત

અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવની સરખામણી હવે CNGના ભાવમાં માત્ર હવે 14 રૂપિયાનું અંતર રહ્યું છે.

X

અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવની સરખામણી હવે CNGના ભાવમાં માત્ર હવે 14 રૂપિયાનું અંતર રહ્યું છે.

એક વર્ષ પહેલા પેટ્રોલ અને CNGના ભાવમાં ઘણો અંતર હતું. અને લોકો એટલે CNG ગાડી લેવાનું પસંદ કરતા હતા. ત્યારે હવે તે અંતર ઘટવા લાગ્યું છે. અને ભાવમાં માત્ર 14 રૂપિયાની ફેર રહ્યો છે. આજે પેટ્રોલ 9.50 રૂપિયા, ડીઝલ 7 રૂપિયા સસ્તું થયા બાદ હવે ગુજરાતમાં પેટ્રોલ અને CNGની કિંમતમાં માત્ર 10થી 14 રૂપિયાનું અંતર રહી ગયું છે. અમદાવાદમાં CNGના ભાવ 82.59 રૂપિયા પ્રતિ કિલો છે, બીજી તરફ પેટ્રોલ 96.42 અને ડીઝલ 92.15રૂપિયા પ્રતિ લિટર છે. CNGના વધતા ભાવની જ અસર છે કે એક વર્ષ પહેલાં જ્યાં પેટ્રોલથી ચાલનારી કારનો પ્રતિ કિલોમીટર ખર્ચ 6 રૂપિયા આવતો હતો અને CNGનો 2 રૂપિયા, એટલે કે CNGની ગાડીઓ 4 રૂપિયા સસ્તી પડતી હતી. હવે તે અંતર ઘટીને માત્ર 1.50થી 2 રૂપિયા રહી ગયું છે.

દેશના 4000 CNG પંપમાંથી 31 ટકા ગુજરાતમાં પંપ કાર્યરત છે. હાલ 1200 જેટલા સીએનજી પંપ છે, જેમાં ચાર મુખ્ય શહેરો પૈકી અમદાવાદમાં 70 પંપ, સુરતમાં 55 પંપ, રાજકોટમાં 30 પંપ અને વડોદરામાં 10 પંપ છે. આ સિવાય અન્ય શહેરોમાં CNG પંપ કાર્યરત છે. સસ્તું હોવાથી લોકો પોતાની કારમાં CNG કીટ ફીટ કરતા હતા. જેના લીધે CNG કિટનો વેપાર 2009 પછી વેગવંતો બનાવ્યો હતો. પરંતુ હવે માત્ર પાંચ મહિનામાં CNG કિટનો બિઝનેસ 35 ટકાએ પહોંચી ગયો છે. એટલે કે, 65 ટકા બિઝનેસ ઘટ્યો છે. આ બિઝનેસ પર રાજ્યના 50 હજાર સહિત દેશમાં 12 લાખ વેપારીઓ નભે છે. મધ્યમવર્ગની લઇ કોમર્શિયલ વાહનમાં CNG કિટનો વધુ ઉપયોગ છે. પાંચ મહિનાથી CNGમાં ભાવ વધવાને લીધે કાર માલિક થી નવ લાખ રિક્ષા ચાલકોની હાલત કફોડી થઈ ગઈ છે. CNG મોંઘો થતા કિટના વેપારીઓ નવા વિકલ્પ શોધી રહ્યા છે.

Next Story