અમદાવાદ : ફરિયાદીઓને નહિ જવું પડે પોલીસ સ્ટેશન, મોબાઇલથી જ નોંધાવી શકાશે ફરિયાદ

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં ફરિયાદીઓને કયારેક પોલીસ વિભાગનો કડવો અનુભવ થતો હોય છે.

New Update
અમદાવાદ : ફરિયાદીઓને નહિ જવું પડે પોલીસ સ્ટેશન, મોબાઇલથી જ નોંધાવી શકાશે ફરિયાદ

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં ફરિયાદીઓને કયારેક પોલીસ વિભાગનો કડવો અનુભવ થતો હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે અમદાવાદ પોલીસ એક નવતર પ્રયોગ કરવા જઇ રહી છે. આવનારા દિવસોમાં ફરિયાદીઓ મોબાઇલ ફોનથી પણ તેમની ફરિયાદ નોંધાવી શકશે....

ગુજરાતમાં પોલીસ હવે ફરિયાદીઓની સરળતા માટે નવતર પ્રયોગો કરી રહી છે જેમાં અમદાવાદ પોલીસે મોબાઇલ ફોનથી ફરિયાદ નોંધાવી શકાય તે દિશામાં પહેલ કરી છે. અમદાવાદ પોલીસ વિભાગ આયોજીત કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયાને સરળ બનાવી દેવાશે. વધુમાં તેમણે કહયું હતું કે, સાંપ્રત સમયમાં લોકો ઓનલાઇન ફ્રોડનો ભોગ બનતાં હોય છે. અમદાવાદ પોલીસના સાયબર ક્રાઇમ વિભાગે અત્યાર સુધીમાં 16 હજારથી વધારે લોકોને તેમના નાણા પરત અપાવ્યાં છે જે સરાહનીય બાબત છે.

Latest Stories