Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોંગ્રેસને હવે યુવા કાર્યકરો પર આશા ! યૂથ કોંગ્રેસની મહત્વની બેઠકનું આયોજન

યુવા કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા આજે અમદાવાદમાં યૂથ કોંગ્રેસની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્ટિવ થઈ રહી છે જેના ભાગરૂપે યુવા કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા આજે અમદાવાદમાં યૂથ કોંગ્રેસની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યૂથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે.જેના ભાગ રૂપે કોંગ્રેસે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે.જેના પગલે આજે કોંગ્રેસ ભવન ખાતે યુથ કોંગ્રેસની અગત્યની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં ભાગ લેવા યૂથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિવાસ બાવીસી અને મહિલા અધ્યક્ષ નેટ્ટા દિસુઝા અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર બન્નેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મીડિયા સાથે વાતચીતમાં શ્રી નિવાસ બાવીસીએ જણાવ્યુ હતું કે લઠ્ઠાકાંડથી ગુજરાતની છબી બગડી છે.રાજ્યનો યુવાન દારૂ, ડ્રગ્સના રવાડે ચઢ્યો છે તેમ છતાં હજુ ભાજપ સરકાર મૌન જોવા મળી રહી છે.

યુથ કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ નેટ્ટા ડિસૂઝાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાત ડ્રાય સ્ટેટ કહેવાય છે તેમ છતાં આજે ગુજરાતના વિસ્તારોમાં દારૂનું વેચાણ થાય છે. લઠ્ઠાકાંડના દોષીતો સામે કડક પગલાં ભરવામાં આવ્યા નથી એ ભાજપ સરકારની નિષ્ફળતા દર્શાવે છે

Next Story
Share it