Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મૃતપાય કોંગ્રેસમાં પ્રાણ ફુંકવા પ્રશાંત કિશોરને ઉતારાશે મેદાનમાં, કોંગ્રેસનો નવો દાવ

સાંસદ અહમદ પટેલના નિધન બાદ પક્ષમાં શુન્યાવકાશ, ગત ચુંટણીમાં કોંગ્રેસના 80 ધારાસભ્યો ચુંટાયા હતાં.

X

ગુજરાતમાં દિશા અને નેતૃત્વ વિહિન કોંગ્રેસને બેઠી કરવા માટે હાઇ કમાન્ડ મોટો દાવ રમવા જઇ રહયું છે. વિધાનસભાની ચુંટણી પહેલાં પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

ગુજરાતમાં ગત વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપથી નારાજ મતદારોએ કોંગ્રેસને મત આપતાં કોંગ્રેસના 80 ધારાસભ્યો ચુંટાઇ આવ્યાં હતાં પણ તેમાંથી કેટલાય ભાજપમાં ચાલ્યાં જતાં હાલ કોંગ્રેસ માટે 65 જેટલા જ ધારાસભ્યો બચ્યાં છે. દર ચુંટણીમાં હાર પછી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, વિપક્ષના નેતા અને પ્રભારી બદલવા સિવાય કઇ કરતી નથી. અને તેમાંય રાજયસભાના સાંસદ સ્વ. અહમદ પટેલના નિધન બાદ તો ગુજરાત કોંગ્રેસમાં શુન્યાવકાશ જોવા મળી રહયો છે.

રાજયમાં આવતાં વર્ષે થનારી વિધાનસભાની ચુંટણી માટે ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ગામે ગામ સંગઠનને મજબુત બનાવવા માટે ભાજપના કાર્યકરો કામે લાગી ગયાં છે. મોડે મોડે જાગેલી કોંગ્રેસ પાર્ટીએ સંગઠનને મજબૂત કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે જેને લઈને રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કોંગ્રેસના સિનિયર ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સંગઠન મજબૂત કરવા તેમજ રાજ્યમાં કોંગ્રેસના પ્રભારીઓની નિમણુંક જલ્દી થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી તો સાથે રણનીતિકાર પ્રશાંત કિશોર ના નામ પર પણ ચર્ચા કરવામાં આવી હતી હવે ખબર મળી રહી છે કે પ્રશાંત કિશોરની ટીમે રાજ્યમાં કોંગ્રેસ માટે એક સર્વેની પણ શરૂઆત કરી છે. કોંગ્રેસ હાઇકમાન્ડ પણ પ્રશાંત કિશોરના નામને લઇ ગંભીર થયું છે અને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં તેમને મહત્વની જવાબદારી સોંપી શકે છે કોંગ્રેસનાં જ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસનું સુકાન રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપી કોંગ્રેસ હાઈકમાન્ડ નવી ગેમ ખેલવા તૈયાર છે અને ભાજપને તેના ગૃહ રાજ્યમાં જડબાતોડ જવાબ આપવા સક્રિય બન્યું છે આમ પ્રશાંત કિશોરની એન્ટ્રી થી ગુજરાત ની રાજનીતિ નવા વળાંક લેશે તે ચોક્કસ છે.

Next Story