Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નવરાત્રીમાં પોલીસનું સતત પેટ્રોલિંગ, ખેલૈયાઓને કરાવાશે ગાઈડલાઇનનું પાલન...

કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરની પોલીસ દ્વારા જનતાની સુરક્ષા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

X

કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરની પોલીસ દ્વારા જનતાની સુરક્ષા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ સોસાયટીમાં કોરોના ગાઈડલાઈનનું પોલીસ દ્વારા ફરજિયાત પાલન કરવવામાં આવશે. આ સાથે જ દરેક સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી ઉશ્કેરી જનક ટિપ્પણી કરનાર સામે પગલાં લેવા પોલીસ વિભાગ સજ્જ થયું છે.

અમદાવાદ પોલીસ દ્વારા શહેરની જનતા માટે પોલીસના વિવિધ અધિકારીને કોઇ પ્રકારની ઘટના ન બને તે માટે અમદાવાદના વિવિધ વિસ્તારમાં બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા છે. જેમાં 13 DCP કક્ષાના અધિકારી, 24 ACP કક્ષાના અધિકારી, 70 પોલીસ ઇન્સ્પેક્ટર, 220 સબ ઇન્સ્પેક્ટર,8000 વધુ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને લોકરક્ષક દળના જવાનો, 2 કંપની SRP જવાનો, 3800 હોમગાર્ડ, 90 પીસીઆર વાન, 78 જેટલા બાઇક નવરાત્રીના સમયમાં પણ હાજરી આપશે. આ સાથે જ કોરોના કર્ફ્યુનો સમય સરકાર દ્વારા પહેલાથી એક કલાક વધારી દેવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ પોલીસ શહેરની તમામ સોસાયટીમાં કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવશે. જોકે, 400 વધારે લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ, લાઉડ સ્પીકરથી પણ બીજા લોકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આ પ્રકારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.

Next Story