Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગઠિયાઓએ જીવત વેપારીનું બનાવ્યું ડેથ સર્ટિફિકેટ, વીમા કંપની પાસેથી 32 લાખ રૂ. ખંખેરી લીધાં

અમદાવાદ : ગઠિયાઓએ જીવત વેપારીનું બનાવ્યું ડેથ સર્ટિફિકેટ, વીમા કંપની પાસેથી 32 લાખ રૂ. ખંખેરી લીધાં
X

અમદાવાદમાં બરફના વેપારી જીવીત હોવા છતાં તેમના નામનું ડેથ સર્ટિફીકેટ મેળવી ભેજાબાજોએ તેમની વીમાની પોલીસી પાસ કરાવી 32 લાખ રૂપિયા મેળવી લીધાં હોવાનો ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો છે. ઘટના અંગે જાણ થતાં વેપારીએ ક્રાઇમ બ્રાંચમાં ઠગાઇ અંગેની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના ઘાટલોડિયાના સીપી કોલોની વિભાગ-2 માં રહેતા નિશિતભાઇ ક્રિષ્ના આઈસ એન્ટર પ્રાઈઝ નામની દુકાન ધરાવે છે. તેમણે આદિત્ય બિરલા સન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીમાં તેમના પિતાના નામે ડ્રીમ પ્લાન હેઠળ પોલીસી લીધી હતી. પિતાની પોલીસી લીધા બાદ તેમણે બીજી બે પોલીસી લીધી હતી જેનું તેઓ વાર્ષિક 1 લાખ રૂપિયા પ્રિમિયમ ભરતાં હતાં. તેમણે 2020ના ફેબ્રુઆરી મહિનામાં પોલીસીનું સ્ટેટસ ચેક કર્યું હતું.

બાદમાં 21 જાન્યુઆરીએ તેમની પોલીસીનું સ્ટેટસ જાણવા માટે આંબાવાડી પાસે આવેલા પંચરત્ન કોમ્પ્લેક્ષમાં કંપનીની ઓફિસમાં ગયાં હતાં. જયાં તેઓ કંપનીના મેનેજર પ્રતિકને મળ્યાં હતાં. મેનેજરે તેમની પોલીસી ચેક કરતાં તેમની બંન્ને પોલીસીમાં ડેથ ક્લેમ પાસ કરી દેવામાં આવ્યાં છે નીશીત ભાઈ પોતે જીવિત હોવા છતાં કંપની કેવી રીતે ડેથ ક્લેમ પાસ થઇ ગઇ તેની પૂછપરછ કરી હતી.

મેનેજરે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નીશીત ભાઈની પોલીસી પાસ કરાવવા માટે નીશીત ભાઈનું ખોટું ડેથ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું.

બનાવ સંદર્ભમાં નિશિતભાઇએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં 32.50 લાખ રૂપિયાની ઠગાઇ અંગેની ફરિયાદ નોંધાવી છે. વીમા કંપનીએ પણ કોઇ પણ જાતની તપાસ કર્યા વિના 32.50 લાખ રૂપિયાની માતબર રકમ કેવી રીતે ચુકવી દીધી તે પણ એક સવાલ છે.

Next Story