Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોરોના બાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનીયાના કેસમાં વધારો

અમદાવાદ: કોરોના બાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનીયાના કેસમાં વધારો
X

અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુ અને મેલેરિયા રોગ માથું ઉચક્યું છે. જેમાં ખાનગી હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગના કેસનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા મહિનામાં શહેરની ખાનગી હોસ્પિટલમાં રોજના 30 થી 40 કેસ નોધાવવાની સાથે 2 મહિનામાં 40 થી વધુ લોકોના ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થી મોત થયા છે. અમદાવાદની 30 જેટલી ખાનગી હોસ્પિટલમાં રોજના 30 થી 40 ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ નોંધાયા છે.

એટલે કે, અઠવાડિયે 1500 કેસ ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જોવા મળે છે. છેલ્લા બે મહિનામાં ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 45 દર્દીના ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થી મોત થયા છે. ચિકનગુનિયાના દર્દીમાં ફેફસાંનું ઇન્ફેક્શન પણ જોવા મળ્યું છે અને 20થી 30 ટકા દર્દીને આઈસીયુમાં દાખલ કરવા પડે છે. સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં મચ્છરજન્ય રોગોના દર્દીનો રાફડો ફાટ્યો છે. હોસ્પિટલોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીની લાંબી કતારો જોવા મળે છે. ઓપીડીમાં સારવાર માટે આવતા 150માંથી 50થી વધુ બાળકોને દાખલ કરીને સારવાર આપવી પડે છે.

Next Story