Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી રૂ.2.95 કરોડની કિમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો,નવસારીથી આવ્યું હતું પાર્સલ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 2.95 કરોડનું યુ એસ એ જતું ડ્રગ્સનું પાર્સલ ઝડપી લીધું હતું.

X

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 2.95 કરોડનું યુ એસ એ જતું ડ્રગ્સનું પાર્સલ ઝડપી લીધું હતું. પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો અનુસાર રાજસ્થાનના પુષ્કરના સોનુ ગોયલે તેના નવસારી ખાતે રહેતા મિત્ર સુરેશ યાદવને ગત તા.4 મેના રોજ પાર્સલ મોકલ્યું હતું.

આ પાર્સલ યુએસએ મોકલવા સોનુએ સુરેશને જણાવ્યું હતું. સુરેશે આ પાર્સલ નવસારી પોસ્ટ ઓફિસથી USA મોકલવા પોસ્ટ કર્યું હતું. જોકે સુરેશને પાર્સલમાં ડ્રગ્સ હોવાની શંકા જતા તેણે ક્રાઇમબ્રાન્ચને ગત તા 7મી મેના રોજ જાણ કરી હતી.આ બાદ શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાં તપાસ કરી સોનુ ગોયલે મોકલેલ પાર્સલ ચેક કરવામાં આવ્યું હતું. જેમાંથી 590 ગ્રામ કેટામાઈન હાઈડ્રોક્લોરાઈડ ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું. આરોપી સોનુના કહેવાથી સુરેશ યાદવેઆ પાર્સલ નવસારી પોસ્ટ ઓફિસમાંથી મેડરલેન્ડ, કોલોરાડો,યુએસએ ખાતે મોકલવા પોસ્ટ કર્યું હતું.આ ડ્રગ્સની કિમત 2.95 કરોડ હોવાનું બહાર આવ્યું છે

Next Story