Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 312 પરીક્ષા કેન્દ્રો પર PSIની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ રીતે સંપન્ન

અમદાવાદ અને ગાંધીનગરમાં 312 પરીક્ષા કેન્દ્રો ખાતે પીએસઆઇની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

X

અમદાવાદ અને ગાંધીનગરમાં 312 પરીક્ષા કેન્દ્રો ખાતે પીએસઆઇની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

અમદાવાદ અને ગાંધીનગરના સેન્ટર ઉપર પીએસઆઇની ભરતી માટેની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. રવિવારે સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી 312 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું... શારીરીક કસોટીમાં 96,231 ઉમેદવાર ઉતિર્ણ થયાં હતાં જેમાંથી 92,145 જેટલાં ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા. સરકારી સ્કૂલ અને કોલેજોમાં 3209 ક્લાસરૂમમાં પરીક્ષા લેવામાં આવી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પ્રથમ વખત અમદાવાદ અને ગાંધીનગરના કેન્દ્રોમાં CCTV ઉપરાંત જામરનો ઉપયોગ કરવામાં આવ્યો..રાજયમાં સરકારી ભરતીઓમાં ગેરરિતિના ગંભીર આક્ષેપો થઇ રહયાં છે ત્યારે આ ભરતી પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની પુરતી તકેદારી લેવામાં આવી..ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને મોબાઇલની કનેક્ટિવિટી ન મળે તે માટે જામર લગાવી દેવાયાં હતાં.

Next Story