અમદાવાદ : ગેરકાયદે AC ગોડાઉનમાં લાગેલી આગ જીવલેણથી અફરાતફરી મચી,બે લોકોના નિપજ્યા મોત

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે.

New Update
  • દર્દનાક આગની ઘટનાથી અફરાતફરી

  • ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગી આગ

  • ACમાં ગેસ ભરવા રાખેલા બાટલામાં લાગી આગ

  • આગની ચપેટમાં આવ્યા અન્ય બાટલા

  • પ્રચંડ વિસ્ફોટ સાથે ફૂટ્યા બાટલા

  • ઘટનામાં મહિલા અને બાળકનું કરૂણ મોત

Advertisment

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે.એસીમાં ગેસ ભરવા માટે રાખેલા બાટલામાં આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં મકાન માલિકની પત્ની અને દીકરાનાં જ મોત નિપજ્યા હતા.

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીના એક ઘરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી,જેમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ સાબિત થઇ હતી.એસીમાં ગેસ ભરવા માટે રાખેલા બાટલામાં અચાનક કોઈક  કારણોસર આગ ફાટી નીકળી હતી.જોત જોતામાં ગોડાઉનમાં રાખવામાં આવેલા અન્ય બોટલો પણ આગની ચપેટમાં આવી જતા પ્રચંડ બ્લાસ્ટ થવા લાગ્યા હતા,જેના કારણે સ્થાનિક લોકોમાં  ફફડાટ વ્યાપી ગયો હતો.

આગ એટલી ભયાનક હતી કે દૂરથી જ આગની જવાળાઓ અને ધુમાડા નજરે પડ્યા  હતા.આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘર સળગી ગયું હતું. તેમજ બે લોકો ફસાયા હતા. જેમાં મકાન માલિકના પત્ની ઉપરના માળે ફસાયા હોવાથી આગમા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે એક બાળકને ફાયર બ્રિગેડના જવાને જીવના  જોખમે બચાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જોકે બાદમાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

બ્લાસ્ટ થતા આગે વિકરાળ બની અને આસપાસના વાહનોને પણ આગની ચપેટમાં લીધા હતા. આગમાં કેટલાક વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા.આ મામલે પોલીસ અને સ્થાનિક તંત્રએ પણ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

Advertisment
Latest Stories