Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ચેક બાઉન્સ કેસના નિકાલ માટે ખાસ કોર્ટની રચના, તા. 1 સપ્ટેમ્બરથી કાનૂની કાર્યવાહી હાથ ધરાશે

સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ઘી કાંટા ખાતે આવેલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચેક બાઉન્સના કેસોનું ભારણ ઘટાડવા માટે રાજ્યમાં ખાસ કોર્ટ શરૂ કરાઇ છે

અમદાવાદ : ચેક બાઉન્સ કેસના નિકાલ માટે ખાસ કોર્ટની રચના, તા. 1 સપ્ટેમ્બરથી કાનૂની કાર્યવાહી હાથ ધરાશે
X

સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ઘી કાંટા ખાતે આવેલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચેક બાઉન્સના કેસોનું ભારણ ઘટાડવા માટે રાજ્યમાં ખાસ કોર્ટ શરૂ કરાઇ છે. જેમાં ચેક બાઉન્સ 12 કોર્ટમાંથી 6500 કેસ આ ખાસ કોર્ટમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તા. 1 લી સપ્ટેમ્બરના રોજથી આ કોર્ટમાં કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસોનું ભારણ ઘટાડવા માટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં તા. 1 સપ્ટેમ્બરથી ખાસ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના 5માં માળે શરૂ કરાઇ રહી છે. જેમાં નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ ડી.જી.વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશન પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, ચેક બાઉન્સની ખાસ 12 કોર્ટમાં 2 લાખથી વધુ કેસોનું ભારણ છે. જે ભારણ ઘટાડવા માટે તા. 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી ખાસ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચેક બાઉન્સ 12 કોર્ટમાંથી 6500 કેસ ખસેડવામાં આવ્યા છે. જે તમામ કેસ હાલમાં પુરાવાના તબક્કે છે. જેની કાનૂની કાર્યવાહી આ ખાસ કોર્ટમાં હાથ ધરાશે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે તરફથી બાર એસોસિએશન અને આ ખાસ નવી કોર્ટ અંગે જાણ કરતો પત્ર તેમજ ટ્રાન્સફર કરાયેલા કેસની યાદી મોકલવામાં આવી છે. પરંતુ આ ખાસ કોર્ટનો હેતુ શું છે, તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. જેથી પક્ષકારો વકીલો અસમંજસ પરિસ્થિતિમાં મુકાયા છે. આ ખાસ કોર્ટનું મોનિટરિંગ લીગલ સર્વિસ કમિટીના સેક્રેટરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.કે.મોઢ કરશે. સુપ્રીમ કોર્ટે માર્ચ 2020માં ચેક બાઉન્સ કેસ સામે સુઓ મોટો લીધા પછી ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ખાસ 5 કોર્ટની સ્થાપના કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Next Story