Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : શૌચાલય એક પણ રૂપિયાની ફાળવી દેવાયા ચારના , જુઓ શું છે આખું કૌભાંડ

જાહેરમાં શૌચક્રિયા રોકવા માટે સરકારે ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે અબજો રૂપિયાની ફાળવણી કરી છે

X

જાહેરમાં શૌચક્રિયા રોકવા માટે સરકારે ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે અબજો રૂપિયાની ફાળવણી કરી છે પણ રાજયમાં એક જ શૌચાલય પર ચાર વખત નાણા ફાળવી દઇ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે.

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે ટકરાવ જોવા મળી રહયો છે. ભાજપ સરકારના એક પછી એક કૌભાંડો આમ આદમી પાર્ટી લોકો સમક્ષ લાવી રહી છે. સરકારી નોકરીઓમાં થતા ભરતી કૌભાંડ બાદ હવે સરકારનું શૌચાલય કૌભાંડ સામે આવ્યું છે. આમ આદમી પાર્ટના આગેવાનોએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા બનાવમાં આવેલ શૌચાલયોનું તેમની પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ જુદા જુદા 11 ગામડાઓમાં સર્વે કરી કૌભાંડ બહાર લાવવામાં આવ્યું છે. 2014 થી આ કૌભાંડ વારંવાર આચરવામાં આવ્યું છે. નિયમ પ્રમાણે એક જ પરિવારમાં એક જ શૌચાલય બનાવવાનું હોય છે પરંતુ ઘરના સભ્ય દીઠ શૌચાલય બનાવવામાં આવ્યા છે અને એ પણ કાગળ પર છે. જ્યારે વાસ્તવિકતામાં એક પણ શૌચાલય બનેલુ જ નથી.આવો જોઈએ આપના મહામંત્રી સાગર રબારીએ વધુમાં શું જણાવ્યુ...

તમને જણાવી દઇએ કે જાહેરમાં શૌચક્રિયા રોકવા માટે શૌચાલયની યોજના શરુ કરવામાં આવી છે પણ આ યોજનાને અધિકારીઓ તથા પદાધિકારીઓએ મલાઇ યોજના બનાવી દીધી હોય તેમ આમ આદમી પાર્ટના આક્ષેપો પરથી લાગી રહયું છે. શૌચાલય બનાવવાની યોજના જાહેર કરાઈ તેમાં પરિવારની વિગતો હોય છે અને તેમાં આઇ. ડી અપાય છે. રાજ્યમાં સરકારે રજૂ કરેલા આંકડાઓ પ્રમાણે 31,53,904 શૌચાલય બનાવ્યા છે. આપના આરોપ પ્રમાણે 15 ટકા શૌચાલય બોગસ બનાવવામાં આવ્યા છે. આપ દ્વારા સમગ્ર શૌચાલય કૌભાંડને લઈને હાઇકોર્ટમાં પી.આઇ.એલ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે.

Next Story