/connect-gujarat/media/post_banners/3dc8cd2d745623c940e1b12d55473bf4399a3819f018c5a57443b2bacd148d65.jpg)
અમદાવાદ શહેરના વેપારીને ૩ કરોડની લોન આપવાના બહાને રૂપિયા 11 લાખની છેતરપિંડી કરનાર 5 આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે.
શહેરના નવરંગપુરા પોલીસ મથકે છેતરપિંડીની એક ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં આરોપીઓએ છેતરપિંડીની એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. અમદાવાદના વેપારીને ઠગવા માટે આરોપીઓએ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવ્યા, સાથે જ બે દિવસ માટે શ્રી કૃપા એન્ટરપ્રાઇઝના નામે આંગડિયા પેઢી પણ ખોલી હતી. જે ગુનામાં નવરંગપુરા પોલીસે પાંચ આરોપી ગૌરાંગ પંડ્યા, મહેશ ગોંડલીયા, રૂપેન્દ્ર અરોરા, નિકુલ રાઠોડ અને સુનીલ પટેલની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં રામ શિવા નામનો ચેન્નઈનો એક વ્યક્તિ ફરાર હોવાનું સામે આવ્યું છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી પણ નજર કરીએ તો અમદાવાદના વેપારી દેવાંગ શાહને ધંધા માટે પાંચ કરોડ રૂપિયાની જરૂર હતી. જે માટે તેમણે ચેન્નઈના રામશિવાનો સંપર્ક કર્યો હતો. જેમાંથી અન્ય આરોપીના નંબર અને માહિતી ફરિયાદીને આપવામાં આવી હતી. આરોપી ગૌરાંગ પંડ્યાએ ફરિયાદીને કહ્યું હતું, કે તેમને આઠ કરોડ રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટ આપશે. જે માટે પહેલાં પાંચ લાખ રૂપિયા અને બાદમાં છ લાખ રૂપિયા આપવાના રહેશે. આમ મળી કુલ 11 લાખ 15 હજારની છેતરપિંડી આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી.