Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ મામલો પહોંચ્યો હાઇકોર્ટમાં,વાંચો શું છે મામલો

ગાંધી આશ્રમ વિસ્તારને વિશ્વ કક્ષાનો બનાવવા 1200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાનાર છે

અમદાવાદ: ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ મામલો પહોંચ્યો હાઇકોર્ટમાં,વાંચો શું છે મામલો
X

વિશ્વ ધરોહર સમાન ગાંધી આશ્રમની મૂળ સ્થિતિ જળવાઈ રહે તે માટે ગાંધી આશ્રમ વિસ્તારને વિશ્વ કક્ષાનો બનાવવા 1200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાનાર છે ત્યારે ગાંધી આશ્રમમાં રિડેવલપમેન્ટ લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે જેમાં તુષાર ગાંધીએ કહ્યું કે ગાંધી આશ્રમમાં રિડેવલપમેન્ટ એ ગાંધીજીના સિદ્ધાંતો નું હનન છે, ઐતિહાસિક ધરોહર હોવાથી રિડેવલપમેન્ટ ન થઈ શકે તેવી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેકટ માટે ગાંધી આશ્રમમાં રહેતા આશ્રમવાસીઓએ 55 એકરની જમીનમાં અલાયદી જગ્યા ફાળવાશે. એટલું જ નહીં ગાંધી આશ્રમને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ સમાધિ સ્થળ પણ વિકાસ કરવામાં આવશે. ગાંધી સંશોધન અને વિકાસ તથા વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવન વગેરેનો પણ વિસ્તાર કરવામાં આવશે હવે જ્યારે ગાંધી આશ્રમ ખાતે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાનાર છે એવામાં આ પ્રોજેક્ટને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે આ અરજી ગાંધીજીના પ્રપૌત તુષાર ગાંધી દ્વારા કરવામાં આવી છે જેમાં ગાંધી આશ્રમ રિડેવલોપમેન્ટ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અરજીમાં કહેવાયું છે કે, ગાંધી આશ્રમ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ધરોહર છે, તેના રિડેવલપમેન્ટ કરી શકાય નહિ. લાખો લોકોના ગાંધીજી સાથેના ઐતિહાસિક સંસ્મરણો ધરાવતા આશ્રમની કાયાપલટ કરી શકાય નહિ એટલું જ નહીં ગાંધી આશ્રમનું ઓરિજનલ સ્વરૂપ બદલાશે તો લાખો ગાંધીવાદીઓની લાગણીઓ પણ દુભાઈ શકે છે. આ ઉપરાંત જાહેર હિતની અરજીમાં એવી પણ રજૂઆત કરાઈ છે કે, આશ્રમમાં લગભગ 7 દાયકાથી રહેતા આશ્રમવાસીઓએ અન્યત્ર જગ્યાએ ખસેડવાનો નિર્ણય પણ ગેરબંધારણીય છે. મૂળ ધરોહરને તેના મૂળ સ્વરૂપ થી અલગ બનાવાતાં તેનં મૂલ્ય ઘટી જશે.

Next Story