અમદાવાદ : ભદ્રકાળી મંદિરના પટાંગણમાં ગરબાની રમઝટ, મુખ્યમંત્રી પણ રહયાં ઉપસ્થિત
ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીની રંગેચંગે શરૂઆત થઇ છે. કોરોનાના કારણે બે વર્ષથી ગરબા બંધ રહયાં હતાં પણ ચાલુ વર્ષે સરકારે શેરી ગરબાને મંજુરી આપતાં ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છે.
ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીની રંગેચંગે શરૂઆત થઇ છે. કોરોનાના કારણે બે વર્ષથી ગરબા બંધ રહયાં હતાં પણ ચાલુ વર્ષે સરકારે શેરી ગરબાને મંજુરી આપતાં ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરના પટાંગણમાં પણ ગરબાનું આયોજન કરાયું......
જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીની રંગત પાછી ફરી છે. સરકારે શેરી ગરબાના આયોજનને મંજુરી આપતાની સાથે ઠેર ઠેર શેરી ગરબા આયોજીત કરવામાં આવ્યાં છે. અમદાવાદની વાત કરવામાં આવે તો.. પ્રથમ નોરતે અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના ચોકમાં ઐશ્વર્યા મજમુદારના સ્વરના તાલે ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. નવરાત્રીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓએ ગરબા નિહાળ્યા હતાં. રાજયના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નગરદેવીની આરતી ઉતારી હતી. તેમની સાથે રાજયના પુર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહયાં હતાં. રાજય સરકારે પણ નવરાત્રીની પરંપરાને જાળવી રાખવા માટે મંત્રીમંડળના સભ્યો રાજયમાં આવેલાં પ્રસિધ્ધ માઇમંદિરો ખાતે જઇ આરતી કરશે અને આ અવસરે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT