Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પતિએ કેરોસીન છાંટી આપઘાતનો કર્યો પ્રયાસ,પોલીસે ગુનો દાખલ કર્યો

પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં.

અમદાવાદ: પતિએ કેરોસીન છાંટી આપઘાતનો કર્યો પ્રયાસ,પોલીસે ગુનો દાખલ કર્યો
X

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં પત્નીના પ્રેમ સંબંધથી કંટાળીને પતિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પત્નીએ પતિને કહ્યું કે, ‘તું મારું કે બાળકોનું ભરણપોષણ કરતો નથી, આ લોકો જ મારો તેમજ મારા બાળકોનો ખર્ચો પૂરો પાડે છે. તું મરી જઇશ તો અમો સુખી થઇશું અને જો તું મારા પ્રેમ સંબંધમાં અવરોધ ઉભો કરીશ તો આ લોકો દ્વારા તને જાનથી મરાવી નાંખીશ’ તેવી ધમકી આપતા અંતે કંટાળીને પતિએ શરીર પર કેરોસીન છાંટી દિવાસળીથી આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

બાપુનગર વિસ્તારમાં રહેતા એક યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, ‘પાંચ વર્ષ પહેલાં તેની પત્ની જ્યાં નોકરી કરતી હતી તે વ્યક્તિ સાથે તેને પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. છ મહીના સુધી ત્યાં નોકરી કર્યા બાદ તેણે બીજી જગ્યાએ નોકરી શરૂ કરી હતી. જો કે ફરિયાદીને તેની પત્નીના પ્રેમ સંબંધને લઇને શક વહેમ હતો. જેથી તે વર્ષ 2022માં જમાલપુર ખાતે એક ભુવાને ત્યાં જોવડાવવા માટે ગયો હતો. જેણે પણ તેની પત્નીના પ્રેમ સંબંધ હજુ પણ હોવાની વાત કરી હતી. જેને કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં.

જો કે ફરિયાદીની પત્નીએ હવે તેને પ્રેમ સંબંધ નહી હોવાની સાંત્વના આપતા બંન્ને વચ્ચે સમાધાન થયું હતું.’ છેલ્લા એકાદ વર્ષથી કેટલાક લોકો ફરિયાદીની સાથે બોલાચાલી ઝઘડો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતાં. જ્યારે તેની પત્નીને સમજાવતા તે સમજતી ના હતી અને તે આરોપીઓ સાથે પ્રેમ સંબંધ રાખવાનું જણાવતી હતી. જ્યારે તેણે ફરિયાદીને કહ્યું કે તું મારું કે બાળકોનું ભરણ પોષણ કરતો નથી, આ લોકો જ મારો તેમજ મારા બાળકોનો ખર્ચો પૂરો પાડે છે. તું મરી જઇશ તો અમો સુખી થઇશું અને જો તું મારા પ્રેમ સંબંધમાં અવરોધ ઉભો કરીશ તો આ લોકો દ્વારા તને જાનથી મરાવી નાંખીશ’ તેવી ધમકી આપતા અંતે કંટાળીને પતિએ શરીર પર કેરોસીન છાંટી દિવાસળીથી આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Next Story