Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જો તમે બહારનું જમવાનું કે પછી ફાસ્ટફૂડ આરોગતા હોવ તો ચેતી જજો, વાંચો વધુ...

અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા 280 ખાદ્ય સામગ્રીના નમૂનામાંથી 11 નમૂના ફેઈલ ગયા હોવાનું સામે આવ્યું છે

અમદાવાદ : જો તમે બહારનું જમવાનું કે પછી ફાસ્ટફૂડ આરોગતા હોવ તો ચેતી જજો, વાંચો વધુ...
X

અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા 280 ખાદ્ય સામગ્રીના નમૂનામાંથી 11 નમૂના ફેઈલ ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બેકરી પ્રોડક્ટ, ફરસાણ, નમકીન, દૂધની બનાવટનો સમાવેશ થાય છે. જોકે, હજી 80 નમૂનાઓનું પરિણામ આવવાનું પણ બાકી છે.

રાજ્યના મોટું મહાનગર અમદાવાદ ખાણીપીણી માટે પણ પ્રખ્યાત છે. વળી અમદાવાદીઓ ચટાકેદાર ખાવાના શોખીન પણ ઘણા છે. અમદાવાદમાં એક રસ્તો એવો નહી હોય કે, જ્યાં ખાણીપીણીની લારી ન ઉભી હોય. ઘરે નહીં ખાતા હોય એટલુ તો બહારના નાસ્તા પાણી કરવામાં માહિર છે અમદાવાદ. પરંતુ શું તમને ખબર છે કે, તમે જે વડાપાઉં અને દાબેલી જેવા નાસ્તા આરોગો છો, તે કેટલા અખાદ્ય અને જોખમી છે..?

અમદાવાદ આરોગ્ય વિભાગે આ મામલે 2 મહિના પહેલા ચકાસણી કરી હતી, જેનું હાલમાં ચોંકાવનારુ પરિણામ આવ્યું છે. અમદાવાદમાં નફો કમાવવાની લાલચમાં શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરનારા લોકોની કમી નથી. ઠેર ઠેર ખૂલી ગયેલા ખાણીપીણી બજારો તેનો પુરાવો છે, ત્યારે અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા 280 ખાદ્ય સામગ્રીના નમૂના માંથી 11 નમૂના ફેઈલ ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બેકરી પ્રોડક્ટ, ફરસાણ, નમકીન, દૂધની બનાવટનો સમાવેશ થાય છે.

જોકે, હજી 80 નમૂનાઓનું પરિણામ આવવાનું બાકી છે. AMCના હેલ્થ વિભાગ દ્વારા 2 મહિના અગાઉ વિવિધ ખાદ્ય એકમોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. આ સાથે જ સોસ, બટર, વેજીટેબલ ફેટ સહિત અનેક નામાંકિત ફાસ્ટફૂડ શોપ જેવી કે જયભવાની, પુરોહિત સેન્ડવિચ, કર્ણાવતી દાબેલી, હાંડી મસાલા સહિતના અનેક એકમોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 11 નમૂના ફેઇલ ગયા હોવાનું સામે આવ્યુ છે. એટલે આ પરથી તમે જ અંદાજો લગાવી દેજો કે, તમને દાબેલી અને વડાપાંઉ કે બહારનું ખાવાની ટેવ હોય તો આજથી જ બંધ કરી દેજો.

Next Story