અમદાવાદ : શહેર કોટડા વિસ્તારમાં 20 કિલો ગાંજાનો જથ્થો લઈને ફરતા હતા 3 ઇસમો, જુઓ પછી શું થયું..!

અમદાવાદમાં ડ્રગ અને ચરસ, ગાંજાનું દુષણ સતત વધી રહ્યું છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસની ટીમ આવા આરોપીઓ પર સતત ઘોંસ બોલાવી રહી છે

New Update
અમદાવાદ : શહેર કોટડા વિસ્તારમાં 20 કિલો ગાંજાનો જથ્થો લઈને ફરતા હતા 3 ઇસમો, જુઓ પછી શું થયું..!

અમદાવાદ શહેરમાં ડ્રગ્સ, ચરસ અને ગાંજો વેચનાર કેરિયર અને પેડલર સામે પોલીસ તવાઈ બોલાવી રહી છે, ત્યારે શહેર કોટડા વિસ્તારમાં અંદાજે રૂ. 2 લાખની કિંમતના 20 કિલો ગાંજાના જથ્થા સાથે 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં ડ્રગ અને ચરસ, ગાંજાનું દુષણ સતત વધી રહ્યું છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસની ટીમ આવા આરોપીઓ પર સતત ઘોંસ બોલાવી રહી છે. અમદાવાદ એસઓજીને બાતમી મળી હતી કે, શહેર કોટડા વિસ્તારમાં દિલીપ નરેન્દ્ર નામનો ઈસમ પોતાની બાઈક પર ગાંજો લઈ જઈ રહ્યો છે, ત્યારે બાતમીના આધારે આરોપીની અટક કરતા તેના પાસેથી 20 કિલો ગાંજો મળી આવ્યો હતો.

જોકે, આરોપી દિલીપ છેલ્લા 1 વર્ષથી આ કારોબાર કરે છે. જેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સુરતથી રવિ નામનો વ્યક્તિ તેને ગાંજો સપ્લાય કરે છે, ત્યારે એચએએલ તો અમદાવાદ એસઓજી પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.