Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બોર્ડની ચાલુ પરીક્ષામાં ધો. 12ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા સારવાર દરમ્યાન મોત...

ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવતા સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નીપજયું

અમદાવાદ : બોર્ડની ચાલુ પરીક્ષામાં ધો. 12ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા સારવાર દરમ્યાન મોત...
X

રાજ્યભરમાં આજથી ધોરણ 1 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી સી.એલ.સ્કૂલમાં ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. વિદ્યાર્થીને સારવાર અર્થે સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. વિદ્યાર્થીને સારવાર અર્થે સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,મળતી માહિતી અનુસાર, અમદાવાદના ગોમતીપુરમાં રહેતો અમાન આરીફ શેખ નામના વિદ્યાર્થી રખિયાલની સી.એલ. સ્કૂલમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા માટે આવ્યો હતો. આ વિદ્યાર્થીને બેચેની અનુભવાતા પરીક્ષાની શરૂઆતમાં જ ઉલટી થઈ હતી. વિદ્યાર્થી એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો તે દરમિયાન તેને ચેસ્ટ પેઈન થવા લાગ્યું હતું. જેને પગલે વિદ્યાર્થીને તુરંત જ સારવાર અર્થે સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને વધુ સારવાર માટે વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજતાં પરિવારમાં ભારે ગમગીની છવાય હતી.

Next Story