Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: CNGના ભાવ વધારા સામે રિક્ષાચાલકો લડી લેવાના મૂડમાં, વિરોધ પ્રદર્શન થકી આક્રોશ વ્યક્ત કરાયો

રાજ્યમાં છેલ્લા 2 દિવસોમાં સીએનજીમાં થયેલ ભાવ વધારાથી સામાન્ય જનતા તો મુશ્કેલીમાં મુકાઈ છે પણ રીક્ષા ચાલકો સૌથી વધારે પરેશાન થઈ રહ્યા છે

X

રાજ્યમાં છેલ્લા 2 દિવસોમાં સીએનજીમાં થયેલ ભાવ વધારાથી સામાન્ય જનતા તો મુશ્કેલીમાં મુકાઈ છે પણ રીક્ષા ચાલકો સૌથી વધારે પરેશાન થઈ રહ્યા છે ત્યારે આજે અમદાવાદમાં રીક્ષા યુનિયનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

અમદવાદમાં છેલ્લા 12 મહિનામાં CNGમાં 30 રૂપિયાનો ભાવ વધારો થયો છે અને છેલ્લા બે દિવસમાં 3.5 રૂપિયાનો વધારો CNGમાં જોવા મળ્યો છે ત્યારે અમદાવાદના રીક્ષા એકતા યુનિયન દ્વારા આજે શહેરના મેમનગર ખાતે વિરોધ પ્રદર્શન અને દેખાવો કરવામાં આવ્યા હતા. હાથમાં બેનરો સાથે રીક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો.રીક્ષા ચાલકોનું કહેવું છે કે જે પ્રમાણે CNG ભાવ વધી રહ્યા છે તેના કારણે રીક્ષા ચાલકો ભાડામાં વધારો કરે તો પેસેન્જરો સાથે તકરાર થાય છે. આ અંગે સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સી.એન.જી.ના ભાવ પર કોઈ પણ પ્રકારનો અંકુશ મૂકવામાં નથી આવતો જેના કારણે રિક્સા ચાલકોની હલાટ કફોડી બની છે ત્યારે જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Next Story