અમદાવાદ : GLS કોલેજમાં દલિત વિદ્યાર્થી સાથે થયેલ રેગિંગ મામલે જીગ્નેશ મેવાણી-NSUI દ્વારા હલ્લાબોલ કરાયો

અમદાવાદની GLS કોલેજમાં દલિત વિદ્યાર્થી સાથે થયેલા રેગિંગ મામલે દલિત નેતા જીગ્નેશ મેવાણી અને NSUI વિધાર્થી પાંખ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

New Update
અમદાવાદ : GLS કોલેજમાં દલિત વિદ્યાર્થી સાથે થયેલ રેગિંગ મામલે જીગ્નેશ મેવાણી-NSUI દ્વારા હલ્લાબોલ કરાયો

અમદાવાદની GLS કોલેજમાં દલિત વિદ્યાર્થી સાથે થયેલા રેગિંગ મામલે દલિત નેતા જીગ્નેશ મેવાણી અને NSUI વિધાર્થી પાંખ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ઝોન-1ના DCPને આવેદન પત્ર પાઠવી સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદની GLS કોલેજમાં થયેલા રેગિંગ મામલે NSUI વિદ્યાર્થી પાંખ અને દલિત નેતા જીગ્નેશ મેવાણી દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશન બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઝોન-1ના DCPને રૂબરૂ મળી આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર વિધાર્થી અને તેના પરિવારનું કહેવું છે કે, તેમના દીકરા સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. તે ઘરે જમતો હતો, ત્યારે તેને પકડી ગયા હતા. જે ફરિયાદી છે, તેની સામે જ ફરિયાદ કરી આરોપી બનાવી દીધો છે, ત્યારે જીગ્નેશ મેવાણીનું કહેવું છે કે, આ મામલે પોલીસ કમિશનરના નિવાસસ્થાને અથવા તેઓની કચેરીએ ધારણા કરવામાં આવશે

સમગ્ર મામલે DCP રવિન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, GLS કોલેજમાં વિદ્યાર્થી સાથે થયેલ રેગિંગ બાબતે કોલેજ સંચાલકો પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે, ત્યારે હવે રિપોર્ટ આવ્યા બાદ જ ફરિયાદ કરવામાં આવશે. જોકે, જે ફરિયાદી છે તેની સામે એક યુવતીએ કલમ 323 મુજબ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે તે કેસમાં યુવકની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તેને ઘરેથી જમતા જમતા ઉપાડ્યો તે વાત તદ્દન ખોટી હોવાનું પણ DCP રવિન્દ્ર પટેલે જણાવ્યુ હતું.

Latest Stories