અમદાવાદ : શ્વાનની બર્થ ડે પાર્ટીમાં કાજલ મહેરીયાની હાજરી, ભીડ ભેગી થતાં કોરોનાને ઇજન

જાણીતી ગાયિકા કાજલ મહેરીયાએ શ્વાનની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં સોશિયલ ડીસટન્સના નિયમોના ઉલાળિયા થતાં હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે પોલીસે ફરિયાદ પણ નોંધી છે.

New Update
અમદાવાદ : શ્વાનની બર્થ ડે પાર્ટીમાં કાજલ મહેરીયાની હાજરી, ભીડ ભેગી થતાં કોરોનાને ઇજન

જાણીતી ગાયિકા કાજલ મહેરીયાએ શ્વાનની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં સોશિયલ ડીસટન્સના નિયમોના ઉલાળિયા થતાં હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે પોલીસે ફરિયાદ પણ નોંધી છે.

અમદાવાદમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં છે તેવામાં ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું આવશ્યક છે. આવામાં નિકોલના મધુવન પાર્ટી પ્લાટ ખાતે 7 જાન્યુઆરીએ કાજલ મહેરિયાએ ચિરાગ પટેલના શ્વાન એબ્બીનો બર્થ-ડે સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. શ્વાનની બર્થ ડે પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાં હતાં. અમદાવાદમાં કોરોનાને પગલે સ્થિતિ ખરાબ છે તેવા સમયે આ પાર્ટીમાં લોકોનાં ટોળાં જોવા મળ્યાં હતાં. બર્થ ડે પાર્ટીનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ પોલીસ પણ એકશનમાં આવી છે. આખી ઘટનાની વાત કરવામાં આવે તો નિકોલમાં આવેલી મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ચિરાગ ઉર્ફે ડાગો પટેલે મિત્રો સાથે મળીને પોતાના એબ્બી નામના ડોગનો બર્થ ડે ઉજવ્યો હતો. આ મામલે ચિરાગ ઉર્ફે ડાગો પટેલ, ઉર્વીશ પટેલ, દિવ્યેશ મહેરીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પાલતુ શ્વાન એબ્બીના જન્મ દિવસ નિમિતે પોતાના સગા સંબંધી મિત્રોને ભેગા કર્યાં હતાં અને નિયમોનું પાલન નહી કરી અન્ય લોકોના જીવ જોખમમાં મુકી દીધાં હતાં.

Read the Next Article

અમદાવાદ : પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર 2 યુવકોના મોત, પોલીસ તપાસ શરૂ...

મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ  કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

New Update
  • નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત

  • પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી

  • મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

  • ભંયકર અકસ્માત સર્જાતા 2 યુવકોના નીપજ્યાં છે મોત

  • ફરાર કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસ તપાસ શરૂ

અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત નીપજ્યાં હતાજ્યારે ફરાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારઅમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીBRTS બસ સ્ટેશન પાસે ગત તા. 10 ઓગસ્ટની મોડીરાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાંGJ-01-PX-9355 નંબરની મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલGJ-27-DM-9702 નંબરની કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા.

ત્યારે ગંભીર ઇજાના મોપેડ પર સવાર અકરમ કુરેશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે અશફાક અજમેરીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં હતોજ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગંભીર અકસ્માતમાં બન્ને યુવકના મોત નીપજ્યાં છેજ્યારે અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.