Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : લાલ દરવાજા બસ સ્ટેન્ડને મળશે હેરીટેઝ લુક, AMCએ શરૂ કરી તૈયારીઓ

અમ્યુટ્રાસના મુખ્ય બસ સ્ટેન્ડની કરાશે કાયાપલટ. 60 વર્ષ જુના બસ સ્ટેન્ડને આપવામાં આવશે હેરીટેઝ લુક.

X

અમદાવાદના લાલદરવાજા વિસ્તારને શહેરનું હદય ગણવામાં આવે છે અને લાલ દરવાજા વિસ્તારમાં અને પ્રાચીન ઇમારતો આવેલી છે. અહીં આવેલાં બસ સ્ટેન્ડને હેરીટેઝ લુક આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદનું વર્ષો જુનુ લાલ દરવાજા બસ ટર્મિનલ હવે નવા રૂપરંગ ધારણ કરવા જઇ રહયું છે. 60 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેઝ લુક આપી નવું બનાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2022 સુધીમાં આ નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવશે લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો જેના કારણે કામગીરી વિલંબમાં પડી હતી.

નવા ટર્મિનલમાં 6.5 કરોડના ખર્ચે 11,583 સ્કવેર મીટર એરિયામાં નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. ટર્મિનલ ઓફિસ, કેશ કેબિન,ટિકિટ ઇશ્યૂ સેન્ટર, સ્ટાફ માટેની સુવિધા ઊભી કરાશે. આમ વર્ષો બાદ અમદાવાદ ની ઓળખ લાલ દરવાજા બસ ટર્મિનલ નવા લુક સાથે સામે આવશે. સમયની સાથે દરેક આધુનિક સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Next Story
Share it