Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : GST ઘટાડવામાં નેતાઓ "FAIL", ટેકસટાઇલ માર્કેટો રહયાં બંધ

સુરતની સાથે સાથે અમદાવાદના ટેકસટાઇલ વેપારીઓ પર જીએસટીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતાં....

X

સુરતની સાથે સાથે અમદાવાદના ટેકસટાઇલ વેપારીઓ પર જીએસટીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતાં....

અમદાવાદ શહેરના ટેકસટાઇલ માર્કેટના વેપારીઓએ ગુરૂવારના રોજ બંધ પાળ્યો હતો. તારીખ પહેલી જાન્યુઆરીથી સરકાર કાપડ પર 7 ટકાના બદલે 12 ટકા જીએસટીની વસુલાત કરશે. ટેકસટાઇલ ઉદ્યોગ તરફથી સ્થાનિક નેતાઓને વારંવાર રજુઆત કરી જીએસટી ઓછો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી પણ નેતાઓનું પણ સરકારમાં કઇ ઉપજયું નહિ. એક તરફ વેપારીઓ રજુઆતો કરતાં રહયાં અને બીજી તરફ જીએસટી કાઉન્સીલના અધિકારી જીએસટીમાં કરાયેલા વધારાના અમલીકરણ માટે મકકમ જણાયાં હતાં. અમદાવાદમાં મોટાભાગના ટેકસટાઇલ માર્કેટ બંધ રહયાં હતાં.

ટેકસટાઇલના વેપારીઓનું કેહવું છે કે અમે અમારી વાત જીએસટી કાઉન્સિલ સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. જો 12 ટકા જીએસટી લાગુ થશે તો નાના વેપારીઓને મોટું નુકશાન થશે. કોરોનાને કારણે આમ પણ વેપાર ઠપ્પ હતા ત્યાં આ જીએસટી લાગુ કરતા અમે આર્થિક રીતે પાયમાલ થઇ જઇશું.

Next Story