Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: હોસ્પિટલમાં પુત્રને જન્મ આપી માતા ફરાર; બાળકને તરછોડીને જતી મહિલા CCTVમાં થઈ કેદ

બાળકને તરછોડી માતા ફરાર થવાની વધુ એક ઘટના અમદાવાદમાં બની છે. શહેરની એલજી હોસ્પિટલમાં બાળકને તરછોડી માતા ફરાર થઈ હતી

X

બાળકને તરછોડી માતા ફરાર થવાની વધુ એક ઘટના અમદાવાદમાં બની છે. શહેરની એલજી હોસ્પિટલમાં બાળકને તરછોડી માતા ફરાર થઈ હતી. તાજેતરમાં જ શહેરના સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક બાળકીનું અપહરણ કરાયું હોવાની ઘટના બની હતી. સોલા પોલીસે અનેક ટિમો બનાવી સતત સીસીટીવીનું મોનિટરીંગ કરી જુહાપુરાની એક મહિલાની ધરપકડ કરી હતી. બાળકીને સુરક્ષિત હાલતમાં તેના માતા પિતાને સોંપાઈ હતી. જ્યારે આ ઘટનાની હજુ સાહી સુકાઈ નથી ત્યાં બાળક તરછોડીને માતા ફરાર થવાની વધુ એક ઘટના સામે આવી છે. મહત્વનું છે કે આ ઘટનામાં ફરાર થતી મહિલાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, એલજી હોસ્પિટલમાં ગાયનેક વોર્ડમાં ફરજ બજાવતા નર્સને GICU વોર્ડમાં 4 નંબરના પલંગ પર દાખલ દર્દી ખુરશીદા બહેન રંગરેજ હાજર મળી આવ્યા નહોતા. આ ખુરશીદા બહેન 16મીએ બિનવારસી હાલતમાં લેબર વોર્ડમાં દાખલ થયા હતા. જે બાબતની રામોલ પોલીસને વર્ધિ પણ લખાવવામાં આવી હતી. ડિલિવરી બાદ ત્રણ દિવસ સુધી તેઓ લેબર વોર્ડમાં સારવાર હેઠળ હતા.

ગત 20મીએ તેઓને ગાયનેક આઇસીયુ વોર્ડમાં બાળક સાથે સારવાર માટે શિફ્ટ કરાયા હતા. બાદમાં 21મીએ તેઓ ત્યાં જણાયા નહોતા અને બાળક ત્યાં હતું. ચાર દિવસના બાળકને મૂકીને આ ખુરશીદા બહેન ફરાર થઈ જતા સમગ્ર બાબતની જાણ મણિનગર પોલીસને કરાઈ હતી. જેથી પોલીસે આ મામલે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જોકે, આ ઘટનામાં ફરાર થતી મહીલાના CCTV ફૂટેજ પણ સામી આવ્યા છે ત્યારે મણીનગર પોલીસ આ સમગ્ર મામલે ગુનો નોધીને તાપસ શરૂ કરી છે. આ કેસમાં આરોપી મહિલાની કેટલા સમયમાં ધરપકડ થાય છે તે જોવાનું રહેશે. બીજીતરફ અગાઉ પણ આવો જ એક કિસ્સો મણિનગરમાં સામે આવ્યો હતો જેમાં તો ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટરની પણ ધરપકડ કરાઈ હતી.

Next Story