Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાં હત્યાનો સીલસીલો યથાવત, પારિવારિક ઝઘડામાં ચાર લોકોએ ભેગા મળી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રખિયાલ વિસ્તારમાં મોડી સાંજે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે.

અમદાવાદમાં હત્યાનો સીલસીલો યથાવત, પારિવારિક ઝઘડામાં ચાર લોકોએ ભેગા મળી યુવકને મોતને ઘાટ ઉતાર્યો
X

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યા નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રખિયાલ વિસ્તારમાં મોડી સાંજે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. પારિવારિક ઝઘડામાં ચાર લોકોએ ભેગા મળી યુવકની હત્યા કરતાં રખિયાલ પોલીસે ગુનો નોંધી એક આરોપીની કરી ધરપકડ ફરાર આરોપી તપાસ હાથ ધરી છે..

રખિયાલ પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ વિષ્ણુ પ્રજાપતિ છે. આરોપી શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે...વસ્ત્રાલ રિંગ રોડ પર ઈડલી અને પકોડી ની લારી ચલાવે છે. આમ તો આરોપી અને મૃતક આનંદ પ્રજાપતિ એક સમાજ ના અને એક જ ગામ ના રહેવાસી છે. પારિવારિક ઝઘડામાં આરોપી વિષ્ણુ અને તેના પારિવારિક ભાઈઓ એ ભેગા મળીને આનંદ ની હત્યા ને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. હત્યા અંગે ની જાણ રખિયાલ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ કરતા સ્થળ પરથી એક મોબાઈલ મળી આવ્યો હતો અને તે મોબાઈલ માં રીંગ વાગી રહી હતી. પોલીસે મોબાઈલ પર વાત કરતા યુવકે પોલીસને જણાવ્યું કે હું વસ્ત્રાલ વિસ્તારમાં રહું છું અને મારો મોબાઈલ ત્યાં પડી ગયો છે. પોલીસે ચાલાકી વાપરીને મોબાઈલ પર વાત યુવકને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. યુવક પોલીસ સ્ટેશન મોબાઈલ લેવા આવે તે પહેલા તો પોલીસને જાણ થઈ ગઈ કે આ મોબાઈલ અન્ય કોઈ નો નહીં પરંતુ આનંદ ની હત્યા કરનાર આરોપી વિષ્ણુનો છે.. અને આરોપીને પોલીસ સ્ટેશન આવતા ની સાથે ઝડપી પાડી હત્યાનો ભેદ ઉતારી નાખ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝગડા માં સામે પક્ષ ને કાયદાકીય લડત આપતા હતા અને તેને જ લઈને આરોપીઓ એ યુવાનની હત્યા કરી નાખી. જોકે હાલ તો પોલીસે આરોપી વિષ્ણુ ની ધરપકડ કરી વોન્ટેડ આરોપી રાહુલ , રાકેશ અને ક્રિષ્ના ની ધરપકડ માટે ની તજવીજ હાથ ધરી છે.

Next Story