અમદાવાદ: NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુજરાત ભાજપના ધારાસભ્યો સાથે કરી મુલાકાત

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ અમદાવાદના ભાટ ગામ ખાતે ગુજરાતના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી.આ પ્રસંગે સી.એમ.ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

New Update
અમદાવાદ: NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુજરાત ભાજપના ધારાસભ્યો સાથે કરી મુલાકાત

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ અમદાવાદના ભાટ ગામ ખાતે ગુજરાતના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી.આ પ્રસંગે સી.એમ.ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા.અમદાવાદ એરપોર્ટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલ, BJP ગુજરાત પ્રમુખ સી આર પાટીલ,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું અને એરપોર્ટથી તેઓ સીધા ભાટ ગામ પહોંચ્યા હતા જ્યા બીજેપી એમએલએ સાથે બેઠક કરી હતી.રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુએ આજે ગુજરાત ભાજપના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી ભાટ ગામ પાસે આવેલ નારાયણી હાઇટ્સ ખાતે ધારાસભ્ય સાથે મુલાકાત કરી હતી અહીં ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. સીએમ ભુપેન્દ્ર પટેલ,પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ નેતાઓએ તેમને આવકાર્યા હતાઅહીં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતના કરવું અને કોઈનો મત રદ્દ બાતલ ન થાય તેના માટે સમજ આપવામાં આવી હતી જે ધારાસભ્યો નવા છે તેમને એક મોક પોલ દ્વારા ડેમો પણ આપવામાં આવ્યો હતો

Advertisment
Latest Stories